અમદાવાદઃ કોંગ્રેસે જારી કરેલાં સ્ટિંગ ઓપરેશનના વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ અને અજાણી વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરાયો છે. આ વીડિયા બનાવટી હોવાનો સોમા ગાંડા પટેલે આક્ષેપ કર્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચેના વાર્તાલાપના અંશો આ પ્રમાણે છે. વીડિયો કે વીડિયોના તથ્યોનું એબીપી અસ્મિતા સમર્થન કરતું નથી.


અજાણી વ્યક્તિ : ભાજપવાળા શું આપશે...

સોમા પટેલ : ( હસતા હસતાં ) એ બધુ તો થઇ ગયું...

અજાણી વ્યક્તિ : કઇંક તો આપ્યુ હશે ને...

સોમા પટેલ : હાં, એમ ને એમ,કોઇ રાજીનામુ ધરે ખરૂં...

અજાણી વ્યક્તિ : સોમાભાઇએ રાજીનામુ આપી નાણાં લીધાં છે,ભાજપમાંથી નાણાં લીધા છે, એવુ બ્રિફ કરાવ્યુ હશે

સોમા પટેલ : કોંગ્રેસ જો ટિકીટ નહી આપે તો હું ગમે ત્યાંથી લડીશ. એનસીપી વાળા મારી પાછળ પડયા છે. હું ચાર વાર સાંસદ બન્યો છું. બધા મને જાણે છે. એક જ બેઠક પર, આ નાનીસૂની વાત નથી. ભાજપ મારી પાછળ પૂરેપૂરો ખર્ચ કરતી હતી. કોંગ્રેસમાં ખર્ચ થતો નથી

અજાણી વ્યક્તિ : રાજીનામુ આપ્યુ તો,બે-પાંચ કરોડ તો આપ્યા હશે..

સોમા પટેલ : (હસતા હસતાં ) જે બધાને આપ્યુ તે મને આપ્યુ

અજાણી વ્યક્તિ : એવી ચર્ચા છે કે, 15-20 કરોડ આપ્યાં છે

સોમા પટેલ : બધાને આપ્યુ છે. નહીતર કોઇ રાજીનામુ આપે, કેટલાંકને નાણાં આપ્યા છે, તો કેટલાંકે ટીકીટ આપી છે

અજાણી વ્યક્તિ : આટલાં પૈસા ભાજપવાળા કયાંથી લાવે છે,ઘણો ખર્ચ કરે છે.બધે ખર્ચા જ કરે છે...

સોમા પટેલ : કોઇને કઇં કહેવાનુ નહીં, બસ,પૈસા લાવો ,બીજુ શું...રિલાયન્સ,ટાટા, આ બધુય એમની પાસે જ છે...

અજાણી વ્યકિત : આ બધા કહે છેકે, સોમાભાઇને 20 કરોડ આપ્યાં છે

સોમા પટેલ : ખોટી વાત છે,કોઇને 10 કરોડથી વધુ આપ્યા નથી.

અજાણી વ્યક્તિ : આ તો રૂા.20 કરોડની વાત છે

સોમા પટેલ : એ તો લોકો બોલ્યા રાખે, એમાં શું

અજાણી વ્યક્તિ : ભાજપમાંથી કોણ ડીલ કરે છે...

સોમા પટેલ : સીએમ સાથે, પ્રદેશ અધ્યક્ષ, નવા આવ્યાં છે તે મારા મિત્ર છે

અજાણી વ્યક્તિ : તેમની સાથે ડીલ ચાલે છે

સોમા પટેલ : હાં, બંને સાથે.....