અમદાવાદ મહાનગરપાલિકા ડિસેમ્બરના અંતમાં યોજાનારા કાંકરિયા કાર્નિવલ અને ત્યારબાદ યોજાનારા ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી જાન્યુઆરી મહિનાના ત્રણ સપ્તાહ સુધી અમદાવાદ શહેરમાં તો જાણે ઉત્સવ જેવો માહોલ જોવા મળશે. અઢી કરોડના ખર્ચે ફ્લાવર શો અને સાડા પાંચ કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલ ત્રણ વર્ષ બાદ યોજાશે.  જેના ભાગરૂપે પ્રશાસને તૈયારીઓ શરૂ કરી છે. 


ફ્લાવર શોને પાંચ અલગ- અલગ થીમ આધારિત બનાવવામાં આવશે. જેમાં G-20 અને તેમાં ભાગ લેનાર અલગ- અલગ દેશના રાષ્ટ્રધ્વજ, યોગા તથા આયુર્વેદિક થીમ આધારિત ફ્લાવર શો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ફ્લાવર શોમાં સ્પોર્ટસ થીમ અને અલગ- અલગ સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.  જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનારા ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અને 12 વર્ષથી વધુ વયના મુલાકાતીઓ માટે 30 રૂપિયા ફી વસૂલાશે.  આ તરફ કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી યોજાશે.  જેમાં ફૂડ ફેસ્ટિવલ, લોક ગાયક તરફથી શહેરના નાગરિકોનું મનોરંજન કરવામાં આવશે. 


Surat: PM મોદી પર વિવાદ ટિપ્પણી કરનાર બિલાવલને પાટીલે આપ્યો સણસણતો જવાબ


પ્રધાનમંત્રી મોદી માટે પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે. ભિખારી કરતા પણ ખરાબ સ્થિતિ તેની થઈ ગઈ છે.


પોતાના વિદેશ મંત્રાલયની બિલ્ડીંગો પણ તેઓ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને તે ગુજરાત ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજ બતાવી રહ્યું છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે. તેનું કારણ છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન કરવા આશરો આપવો અને એના જ કારણે જયશંકર એ જે કહ્યું કે, તમે સાપને ઘરે પાળશો તો તમને ચોક્કસ ડંખ મારશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના નાગરિકો વગર કારણે તેનો ભોગ બની રહ્યા છે અને તેમને પણ નુકસાન થઈ રહ્યું છે.


આપણો પાડોશી દેશ મજબૂત સમૃદ્ધ  રહેવો જોઈએ એવું આપણા દેશની સંસ્કૃતિ કહે છે. પરંતુ કમનસીબે આપણા બાજુનું દેશ આતંકવાદીઓને પ્રોત્સાહન કરતું અને આર્થિક પરિસ્થિતિમાં નબળું પડી ગયું છે અને જ્યારે તેમના વિદેશ પ્રધાનને ભુટ્ટોને કોઈ મુદ્દો નથી મળતો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગમે તેમ બોલવાનું તેઓ પ્રયત્ન કરે છે. એના કારણે આપણા દેશના લોકો બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેમની પરિસ્થિતિ આજે આખી દુનિયા જાણે છે.