અમદાવાદ: સાબરમતી ગાંધી આશ્રમના નવીનીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહીછે. 12 માર્ચના રોજ પ્રધાનમંત્રી ગાંધી આશ્રમના નવીનીકરણનું નિરીક્ષણ કરશે. કેંદ્ર સરકારના 1200 કરોડના મહત્વકાંક્ષી ગાંધી આશ્રમ રી ડેવલપમેન્ટ પ્રોજેકટની પ્રથમ તબક્કાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ગાંધી આશ્રમ આવશે. 


1200 કરોડના પ્રોજેકટમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે છે. રાણીપ ડી માર્ટથી ગાંધી આશ્રમ સુધીનો માર્ગ હેરિટેજ લુકમાં તૈયાર કરાયો. રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગે પ્રથમ તબકકામાં 245 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. ચંદ્રભાગાના નાળાના પાણીને ટ્રીટ કરવા માટે પણ 45 કરોડ ખર્ચ થશે. રાણીપ ડી માર્ટથી સાબરમતી આશ્રમ સુધીના માર્ગ પાછળ 50 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. ગાંધી આશ્રમમાં આવતા મુલાકાતીઓને કનડગત ન થાય તે રીતે નવીનીકરણ પ્રક્રિયા કરવામાં આવશે.   


 


અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને નર્સો માટે કરાયું સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન


જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ તેના દૂરઉપયોગ પણ વધી રહ્યા છે. ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં સાઈબર ફ્રોડના કિસ્સાઓ દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે. સાઈબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર પણ અનેક પગલાં ભરી રહી છે. તો બીજી તરફ આજે અમદાવાદ સિવિલમાં પણ સાઈબર ફ્રોડથી બચવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સેવરત મહિલાકર્મીઓ માટે સાઇબર સિક્યુરીટી  સેમિનારનું આયોજન કરાયું હતું. સાઇબર ક્રાઇમ ડીસીપી દ્વારા મહિલાઓને સાઈબર સિક્યુરિટી અને સાઈબર સંબંધિત ગુનાઓ અને તેની સામેની તકેદારી વિશે વિગતવાર માહિતી અપાઇ હતી. નોંધનિય છે કે, આમ  અમદાવાદ સિવિલ મેડીસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામા આવી હતી.


સાયબર સિક્યુરિટી સંદર્ભે સેમિનારનું આયોજન 


8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. મહિલાઓના માન, સન્માન અને સશક્તિકરણ તેમજ સમાજ  અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન સંદર્ભે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરાય છે. પ્રવર્તમાન સમયમાં વધી રહેલા સાયબર સંબંધિત ગુનાઓ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓથી મહિલાઓને માહિતગાર કરાવવા અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલના નેતૃત્વ હેઠળ સાયબર સિક્યુરિટી સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial