હિરવ ત્રિવેદી કે જેઓ પાર્ટી પ્લોટના માલિક છે તોએ દર વર્ષે નવરાત્રીમાં ગરબાનું આયોજન કરતાં હતાં. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હિરવ ત્રિવેદીએ શાકભાજી ડોટ કોમથી એક વેબસાઈટ શરૂ કરી અને પોતાના જ પાર્ટી પ્લોટમાં શાકભાજીઓ 9.5phના પાણીમાં ધોઈને અલગ અલગ રીતે પેક કરીને લોકોને ઘરે સુધી પહોંચાડે છે.
હિરવ ત્રિવેદીએ જણાવ્યું કે કોરોનાની શરૂઆતમાં શાકભાજીની લારીવાળા સુપર સ્પ્રેડર બન્યા હતા. ત્યારે લોકોને ડર હતો કે બહાર શાકભાજી લેવા જવાથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. તેથી લોકોને ઘરે જ શાકભાજી મળી રહે તે માટે તેમણે વેબસાઈટ શરૂ કરી. જેથી તેમને અને તેમના પાર્ટી પ્લોટમાં કામ કરતા લોકોને પણ આર્થિક ફાયદો થાય.