ભાવનગરઃ ગઈ કાલે ભાવનગરના ભાલ પંથકમાંથી સિંહ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જંગલોમાં પહોંચ્યો હતો. ગઈ કાલે ગુંદાળા ગામે એક વ્યક્તિને સિંહે ઇજા પહોંચાડી હતી. અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકના બાવળિયારી સહિતના પંથકમાં સિંહનું લોકેશન જોવા મળ્યું હતું. જોકે આજે ફરી સિંહ ભાવનગરના વલભીપુરના ભાલ પંથકના જંગલ વિસ્તારમાં પરત ફર્યો છે.  




વન્યપ્રાણી તજજ્ઞોના મતે સિંહના નવા રહેણાંક માટે આ રીતનું વર્તન કરતા હોય છે. તેને વાતાવરણ અનુકુળ ન આવતા તે તેની મૂળ જગ્યા જતો રહેતો હોય છે.  ભાલના જંગલ વિસ્તારમાંથી  પણ તે તેની મૂળ જગ્યા જતો રહેશે તેવી શક્યતા.




કોરોનાનો પ્રકોપ ઓછો થતા જુનાગઢ ભવનાથ તળેટી ખાતે મહા વદ નોમ ના શુભ દિવસે આજે ભવનાથ મહાદેવ ને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો ભવ્ય શુભારંભ થયો છે.


આજે સવારે ભવનાથ મંદિર ખાતે ધજાનું પૂજન અર્ચન તથા મહાદેવની પૂજા સાથે વિધિવત ભવનાથ મહાદેવ ને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ તકે મંદિર પરિસરમાં ’ જય ભવનાથ’ ’જય ગિરનારી’, ’હર હર મહાદેવનો નાદ’ ગુંજી ઉઠયો હતો.


ભવનાથ મહાદેવ ને ધજા રોહણ સાથે જ મેળા નો વિધિવત શુભારંભ થયો હતો તેમજ ભવનાથ મંદિર સાથોસાથ તળેટી ખાતે આવેલ વિવિધ અખાડાઓમાં તથા ભારતી આશ્રમ, ઇન્દ્રભારતી બાપુ આશ્રમ, તથા વિવિધ મંદિરો પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી આ તકે જય ગિરનારી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો.


ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. આવતીકાલ તા.26-27 અને 28 ફેબ્રુઆરીના સાંજે 6.30 કલાકથી નામી-અનામી કલાકારો ભજન, લોક સાહિત્ય, હાસ્યરસ ભાવિકોને પીરસશે.


ભવનાથ ક્ષેત્રના આશ્રમો મંદિર, મઠો, ઉતારાઓ, જ્ઞાતિ સમાજની વાડીઓ ભવનાથ પ્રવેશદ્વાર અખાડાઓમાં ઝળહળતી રોશનીથી સુશોભીત કરી દેવામાં આવ્યા છે. ભવનાથ રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા છે. આજે વિધિવત રીતે મેળો ખુલ્લો મુકાતા ભવનાથ ક્ષેત્રમાં સાધુઓના ધુણા પ્રજવલીત થઇ જવા પામ્યા છે.


બે વર્ષે પછી આ વખતે શિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે. લાખો લોકોની આસ્થા સમાં શિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે. ત્યારે મેળામાં ભાવિકોને કોઇ અડચણ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૧૩ સમિતિની રચનાઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય સંકલન સમીતી,મેળા સ્થળ આયોજન સમીતી, જાહેર સલામતી તથા ટ્રાફીક નિયંત્રણ સમીતી, ઇલેકટ્રીક લાઇટ અને સાઉન્ડ સમીતી, આમંત્રણ સ્વાગત અને પ્રોટોકોલ સમીતી, સાંસ્કૃતિક કાર્યક્રમ સમીતી, પાણી પુરવઠા સમીતી, સફાઇ તેમજ ડ્રેનેજ સમીતી,આરોગ્ય અને આકસ્મિક સારવાર સમીતી,સંદેશા વ્યવહાર તથા પ્રચાર પ્રસાર સમીતી,પ્રકાશન સમીતી,આવશ્યક ચીજ વસ્તુ સુવિધા સમીતી,ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમીતીની રચના કરવામાં આવી છે.