અમદાવાદઃ વેજલપુર રહેતી યુવતીને બેડરૂમમાં બેડ પર પછાડીને પી.એન. જ્વેલર્સના માલિક મહેશ શાહે બળાત્કાર કરવાનો પ્રયાસ કરતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવતી જેને પિતા સમાન માનતી હતી એવા 60 વર્ષના પ્રતિષ્ઠિત બિઝનેસમેને જ બળાત્કારનો પ્રયાસ કરતાં યુવતી આઘાતમાં ગરકાવ થઈ ગઈ હતી.
હદ તો એ થઈ ગઈ કે, બિઝનેસમેને બ્લેકમેઇલ કરીને અવાર નવાર ધમકી આપવા માંડી હતી. તેના કારણે યુવતીએ પતિને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસમાં ઓનલાઇન અરજી કર્યા બાદ વાડજ પોલીસ મથકે પી એન જ્વેલર્સના માલિક મહેશ શાહ સામે ગુનો નોંધાવ્યો છે.
વેજલપુરમાં રહેતી યુવતી ઉસ્માનપુરાની હોટલ ફેર્ચ્યૂન લેન્ડ માર્ક સામે આવેલી વિદ્યા વિહાર સોસાયટીમાં રહેતાં અને ઘર આગળ પી.એન.જ્વેલર્સના નામે સોના ચાંદીનો શો રૂમ ચલાવતાં મહેશ શાહને ત્યાંથી દાગીનાની ખરીદી કરતી હતી. માહી ઇન્સ્યોરન્સનું કામ કરતી હોવાથી મહેશ શાહે તેના સંતાનોના વીમા માહી પાસે ઉતરાવ્યાં હતાં.
બંને વચ્ચે પરિચય વધતા બંને પરિવારો એકબીજાના ઘરે પણ અવરજવર કરતા હતા. મહેશ શાહની પત્ની અને સંતાનો વિદેશમાં રહે છે અને મહેશ શાહ માતા સાથે રહે છે. દરમિયાનમાં યુવતીની માતાનું અવસાન થતાં મહેશ શાહ યુવતી અને તેના સંતાનોને પોતાના ઘરે લઈ ગયો હતો. બાદમાં બેડરૂમમાં જાહેરાતના બોર્ડથી નુકસાન થયું હતું તે બતાવવાના બહાને લઈ જઈ બેડ પર પટકીને બળજબરી કરવા પ્રયાસ કર્યો હતો. જો કે યુવતી ધક્કો મારી નીકળી ગઈ હતી. બાદમાં પતિને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ જ્વેલરી શોરૂમ ધરાવતા બિઝનેસમેને યુવતીને બેડરૂમમાં લઈ જઈ ધક્કો મારીને બેડ પર ફેંકી અને ....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2020 02:44 PM (IST)
યુવતી જેને પિતા સમાન માનતી હતી એવા 60 વર્ષના પ્રતિષ્ઠિત બિઝનેસમેને જ બળાત્કારનો પ્રયાસ કરતાં યુવતી આઘાતમાં ગરકાવ થઈ ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -