સોનાએ સર્જ્યો રેકોર્ડ: અમદાવાદમાં સોના અને ચાંદીનો શું છે નવો ભાવ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jul 2020 07:56 AM (IST)
ભારતના ઝવેરી બજારોમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજીની ચાલ વેગ સાથે આગળ વધતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. સોનાના 10 ગ્રામના ભાવ નવા ઉછાળા સાથે રૂપિયા 54 હજારની સપાટી કુદાવી
ભારતના ઝવેરી બજારોમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજીની ચાલ વેગ સાથે આગળ વધતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. સોનાના 10 ગ્રામના ભાવ નવા ઉછાળા સાથે રૂપિયા 54 હજારની સપાટી કુદાવી દીધી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના 10 ગ્રામના ભાવ વધુ રૂપિયા 1300 ઉછળી 99.50ના સાથે રૂપિયા 54,100 તથા 99.90ના રૂપિયા 54,300ની નવી ઉંચી ટોચને આંબી ગયો હતો. સોના સામે ચાંદી પણ ઉછળતાં અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂપિયા 3000 વધી રૂપિયા 64000 બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતાં. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના જે વિતેલા સપ્તાહના અંતે 1900 ડોલર વટાવી 1902 ડોલર રહ્યા હતા.