અમદાવાદ: રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ વધી ગયો છે. આ વાત હાઈકોર્ટ સુધી પહોંચી હતી અને કોર્ટે તંત્રને ફટકાર પણ લગાવી હતી. હવે કોર્ટના કડક વલણ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રખડતા ઢોરના ત્રાસના મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યો છે. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જિલ્લા સ્તરે કલેકટર જવાબદાર અધિકારી હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારી હશે. નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર જવાબદાર અધિકારી હશે. રખડતા ઢોરના ત્રાસના કારણે થયેલા મૃત્યુ કે ઇજાના કેસ માટે સરકારે જવાબદારીઓ ફિક્સ કરી છે. રાજ્ય સરકારે સોગંદનામુ કરીને હાઈકોર્ટને આ અંગે જાણ કરી છે.
દિવાળી પહેલા ગુજરાત સરકારે જાણો લોકોનું શું આપી મોટી ભેટ
વઘતી મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. વર્ષમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 2 સિલિન્ડર ફ્રી આપવાની સરકારે જાહેરાત કરી છે. દીવાળી પહેલા સરકારે મોટી જાહેરાત કરી છે. 650 કરોડ રુપિયાની રાહત થશે. આ ઉપરાંત CNG અને PNGના વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે. 8થી 9 લાખ જેટલાં રીક્ષા ચાલકોને આ ભાવ ઘટાડોનો લાભ મળશે. CNG વાહન ચાલકો માટે 700 કરોડની રાહત અને PNGમાં 1000 કરોડની રાહત આપવામાં આવી છે. આમ કુલ 1700 કરોડનો લાભ થશે.
ખેડૂતોને મોદી સરકારની દિવાળી ગિફ્ટ
પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશભરના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધીનો 12મો હપ્તો રીલિઝ કરી દીઝો છે. 2000 રૂપિયાનો હપ્તો બહાર પાડવામાં આવશે. કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે ખેડૂતોનું કેવાયસી પૂર્ણ છે. તે ખેડૂતોને હપ્તાનો લાભ મળશે. જે ખેડૂતો અયોગ્ય જણાશે તેમને હપ્તો મોકલવામાં આવશે નહીં.
16 હજાર કરોડ એકસાથે બહાર પાડવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11:30 વાગ્યે પીએમ કિસાન સન્માન સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 14000 ખેડૂતો અને લગભગ 1500 કૃષિ સ્ટાર્ટઅપ સામેલ થશે. આ દરમિયાન ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનું ફંડ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 16000 કરોડ રૂપિયા દેશભરના ખેડૂતોના ખાતામાં પળવારમાં પહોંચી જશે.