અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં એકલા અમદાવાદમાં જ કોરોના સંક્રમણ દર્દીઓનો આંકડો 5 હજારને પાર પહોંચી ગયો છે. ત્યારે ત્યારે આ સ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકારે વધુ એક નિર્ણય લીધો છે. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની અમદાવાદ મહાનગરપાલિકામાં નિમણૂંક કરવામાંમ આવી છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિને કાબૂ કરવા માટે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના 7 જેટલા અધિકારીઓની AMCમાં નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને શહેરના વિવિધ ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે.

GPCBના પર્યાવરણ ઈજનેર, ડેપ્યુટી પર્યાવરણ ઈજનેર અને બે પર્યાવરણ ઈજનેરને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, જ્યાં સુધી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી કોવીડ-19 માટે ફરજ બજાવવાની રહેશે.