અમદાવાદમાં કોરાનાને ફેલાતો રોકવા માટે શહેરમાં લોકડાઉન જાહેર કરાયું છે. અમદાવાદમાં ફક્ત દૂધ, મેડિકલ અને હોસ્પિટલ જ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ફિલ્ડ ડ્યુટી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા ત્યાર બાદ સેલ્ફ કોરેન્ટાઈન થયા હતા જેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા પછી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસોમાં જ તેઓ ફરજ પર પાછા ફરશે તેમ જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ ડ્યુટી દરમિયાન વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જેથી ગાઈડલાઈન પ્રમાણે, તેઓ સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. ત્યાર બાદ કમિશનર તરીકે રાજ્ય સરકારે મુકેશ કુમારને ચાર્જ સોંપ્યો હતો.