અમદાવાદ: બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. ગોધરા ડેપોની એસટી બસ અને RJ-07, GC-6845 નંબરની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોએ ચીચયારી કરી મૂકી હતી. અકસ્માતની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.



ઉપરાંત અમદાવાદના એસ જી હાઇવે પર આવેલી પકવાન રેસ્ટોરન્ટ પાસે અક્માત પણ આજે અકસ્માત થયો છે. કાર ચાલકે ફુટપાથ પર ઉંઘી રહેલા શ્રમિક પર ગાડી ફેરવી દેતા શ્રમિકનુ ઘટના સ્થળે મોત થયું છે. કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ફરિયાદ નોંધી તપાસની કામગીરૂ શરૂ કરી છે.