Gujarat News: કમૂરતા ઉતરવાની સાથે રાજ્યમાં માંગલિક કાર્યો શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે સત્ય નારાયણની કથા બાદ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ઈસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કર્યુ હતું.


શું કહ્યું ઈસુદાન ગઢવીએ


ઈસુદાન ગઢવીએ કહ્યું, ગુજરાતમાં 3 પક્ષ નથી ચાલતા. પણ અમે લોકોએ અહીં મજબૂતાઇથી ટક્કર આપી. 6 મહિનામાં સંગઠન મજબૂત કરીશું, નવું માળખું બનાવીશું. કાર્યકર્તાની જવાબદારીમાં વધારો કરીશું. જે લોકોએ પક્ષ માટે કામ નથી કર્યું, તેમની સાથે વાત કરીશું. પક્ષથી મોટું કંઈ નથી. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે, આ વખત સરકાર ન બનાવી શક્યા પણ અમને 41 લાખ વોટ મળ્યા. 2027માં મજબૂતાઇ થી મેદાનમાં ઉતરીશું.


2024 માં અમે કોઈ કચાશ નહી મૂકીએઃ ઈસુદાન


જે લોકોએ પાર્ટી વિરોધ કામગીરી કરી હશે તેમના સામે શિક્ષાત્મક પગલાં લઈશું. 5 ધારાસભ્ય સાથે રોજ વાત થાય છે. અમે અમારા અભિયાન ચાલુ રાખીશું. 156ની ચર્ચા નથી થતી પરંતુ પાંચ સીટોની ચર્ચા થાય છે. પાંચ ધારાસભ્યો હોસ્પિટલમાં જાય છે, એક એક હારેલા ઉમેદવાર પણ કામ કરે છે. તમે સાથ આપશો તો પણ લડીશું  અને નહીં આપો તો પણ લડીશું. 5 ધારાસભ્યો અડીખમ છે. 2024 માં અમે કોઈ કચાશ નહી મૂકીએ.


પત્નીએ પતિનું ગળું દબાવી કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો


અમદાવાદ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. દારૂ પીને પતિએ માર મારતા પત્નીએ હત્યા કરી હતી. અમરાઈવાડી પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી છે. અમરાઈવાડીમાં રહેતો દિપક ઉર્ફે પીન્ટુ નામનો યુવક દારૂ પીને પત્નીને અવારનવાર ફટકારતો હતો. પતિના ત્રાસથી કંટાળી પત્નીએ તેનં ગળું દબાવી હત્યા કરી હતી. અમરાઇવાડી પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.


મેઘાણીનગરમાં વાહન હટાવવા મુદ્દે યુવકની હત્યા


અમદાવાદ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મેઘાણીનગરમાં વાહન હટાવવા બાબતે તકરાર કરીને કરી યુવકની હત્યા કરાઈ હતી. ચિરાગ પાટિલ નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી.