અમદાવાદઃ આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ અને લોક કલાકાર વિજય સુવાળા પક્ષમાં જોડાયાના 4 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં આપને અલવિદા કહેવાનું મન બનાવી ચૂક્યા છે. આજે સાંજે અથવા આવતીકાલે વિજય સુવાળા પક્ષમાથી રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત પણ કરશે. વિજય સુવાળાએ abp અસ્મિતા સાથેની ખાસ વાતમાં જણાવ્યું કે, મારા વ્યવસાયના કારણે હું આમ આદમી પાર્ટીને સમય આપી શકતો ન હતો. આપે મને ઘણું આપ્યું છે, પરંતુ હવે રાજીખુશીથી પક્ષ છોડુ છું.
જોકે ભવિષ્યમાં તેઓ રાજકારણમાં આવશે, પરંતુ ક્યાં પક્ષનો ખેસ પહેરશે તે હાલ નક્કી ન હોવાનું પણ જણાવ્યું હતું. પોતે આપમાં જોડાયા બાદ અન્ય પક્ષોને લોક કલાકારનું મહત્વ સમજાયું, જેથી તમામ કલાકારોએ મારો આભાર માનવો જોઈએ તેવું પણ વિજય સુવાળાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ મને ઘણું આપ્યું છે. લોકોની સેવા કરવા માટે AAPમા જોડાયો હતો. પક્ષમાં સમય ન આપી શકતો હોવાથી છોડી રહ્યો છું. આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું, લોકસેવા નહિ. આજે અથવા કાલે પક્ષ છોડવા અંગેની સત્તાવાર જાહેરાત કરીશ. હું આપમાં જોડાયો પછી અન્ય પક્ષોને લોક કલાકારોનું મહત્વ સમજાયું. તમામ લોક કલાકારોએ મારો આભાર માનવો જોઈએ. ભવિષ્યમાં ક્યાં પક્ષમાં જોડાઈશ તે હાલ કેહવુ મુશ્કેલ છે.
Valsad : વલસાડ અને અતુલ વચ્ચે ટ્રેન દુર્ઘટના ટળી, રેલવે ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી દીધો
વલસાડ અને અતુલ વચ્ચે ટ્રેન દુર્ઘટના ટળી હતી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેનને ડ્રિરેલ કરવાની કોશિશ કરાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પોલીસ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે આજે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી.
રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પોહચ્યા હતા. ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે.
રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબજ મોટી દુર્ઘટના બનવાની પુરેકપુરી શક્યતા હતી. ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનાર ને શોધવા માટે તડામાર પ્રયત્નો કરી રહ્યા છે.