અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, ઉત્તરાયણના દિવસે અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. રાજ્યમાં સાંજ સુધીમાં 248 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા હતા. જેમાં  અમદાવાદમાં સૌથી વધુ 74 લોકોને દોરીથી ઈજા થઈ હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સાંજના 9 વાગ્યા સુધીમાં 3367 જેટલા કોલ મળ્યા હતા. વર્ષ 2021માં 2295 કોલ મળ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગને કારણે બે લોકોનો જીવ પણ ગયો હતો. 


ઉતરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં  પતંગ લૂંટવા જતા એક તરુણે જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમા પતંગ લૂંટવા જતા  એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.


પાટણમાં પણ ઉત્તરાયણ પર એક દુઃખદ ઘટના બની હતી. એક છોકરાનું કરંટ લાગતાં મોત નીપજ્યું છે.15 વર્ષના શુભમ નામના કિશોરનું કરંટ લાગતા મોત થયું છે. તે મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો ત્યારે કરંટ લાગ્યો હતો. પ્રતિબંધિત દોરો કિશોરનું મોતનો કારણ બન્યો. તેના માતા પિતાના એકના એક દીકરાનું મોત થયું.


Porbandar : ઉત્તરાયણની રાત્રે ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ,જાણો સંપૂર્ણ વિગત


પોરબંદરઃ પોરબદરમાં મકરસંક્રાંતિના રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જુથ વચ્ચે થયેલી મારીમારીમાં ફાયરીગ કરવામાં આવ્યું હતું. તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. આ મારામારીમાં એક જૂથના બે યુવાનોની હત્યા થઈ હતી. જ્યારે 2 યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.


પોરબદરમાં મકરસંક્રાંતિની રાત્રે વિરભનુંની ખાભી નજીક બે કાર અથડાઈ હતી, જેમાં એક જૂથના અંદાજે 5 થઈ 7 શખ્સોએ બંદૂકમાંથી અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા વનરાજ કેશવાલા અને તેના મિત્ર પ્રકાશ જૂગીને ગંભીર ઈજા પહોંચી હતી. 


જ્યારે રાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયાં નામના બે યુવાનોની હત્યા થઈ હતી. એક જૂથના 4 પૈકી બેની હત્યા અને બે લોકો ઘાયલ થયા હતા. તેમની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવવામાં અંધાધૂંધ થયેલા ફાયરીંગમાં ગોળી વાગવાથી એક યુવાન નું મોત થયું હતું, જ્યારે ગોળી વાગવાથી બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. એક યુવાનને તિક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 


આ ઘટનાને પગલે પોલીસ તુરત જ દોડી ગઈ હતી. હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી લીધા હતા. અન્યની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવને પગલે એસપી સહિતનો કફાલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હત્યા વાહન અથડાવાથી થઈ છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.