ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે.અમિત શાહના હસ્તે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ભાટ પાસે આવેલા અમૂલના પ્લાન્ટમાં વિવિધ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કર્યું હતું. આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા અમિત શાહે કહ્યું હતું કે, “અમુલ મિલ્ક પાઉડર ના ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી ડેરી બની છે, અમુલ એ પોતાના ત્રણેય અંગને મુજબુત કરવાનું કામ કર્યુ છે.અમુલે આટલા મોટા પ્રમાણમા આપતા દુધની અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરી તેને વેચવાનું કામ સુંદર રીતે કર્યું છે. આ ચાર પ્લાન્ટ અમુલને વધુ મજબૂત બનાવશે,અમુલ મિલ્ક પ્લાન્ટ દેશમાં વધુ ઉત્પાદન કરતું પ્લાન્ટ બન્યું છે,અમુલે ત્રણેય અંગો મજબૂત કરવાનું કામ કર્યુ છે. અમુલથી 36 લાખ બહેનો જે ૧૮૦૦ હજાર ગામોમાંથી જોડાયેલી છે, દેશના વિકાસના આર્થિક મોડલમાં અમુલનું વિશેષ યોગદાન છે.
વધુમાં તેમણે કહ્યું કે અમુલના પ્રોજેક્ટ સાતે 36 લાખ બહેનો જે 1800 હજાર ગામોમાંથી જોડાયેલી છે. અમિત શાહના હસ્તે આજે અમુલ ડેરીમાં નવા બટર પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું, આ પ્લાન્ટ 85 કરોડના ખર્ચે આકર પામેલ છે.ઉપરાંત 23 કરોડના ખર્ચે બનેલી અમૂલમાં નવી હાઇટેક રોબોટિક વેરહાઉસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે 50૦ લાખ લીટર દૂધ ક્ષમતા ધરાવે છે તેમજ તેમની ખાસ ખાસિયત એ છે કે, તેમાં બહુ લાંબા સમય સુધી દૂધ બગડતું નથી.
તેમણે કહ્યું કે અમૂલ મિલ્ક પાઉડરના ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી ડેરી બની છે. આટલા મોટા પ્રમાણમા આવતા દૂધ અને સાથે અલગ અલગ પ્રોડક્ટ કરી પહોચાડવું તે ખુબ સારુ કાર્ય છે. આ ચાર પ્લાન્ટ અમૂલને વધુ મજબૂત બનાવશે. અમૂલ મિલ્ક પ્લાન્ટ દેશમાં વધુ ઉત્પાદન કરતું બન્યું છે. દેશનું આર્થિક મોડલ ફિટ થાય તે અંગે અનેક લોકો નિષ્ફળ નીવડ્યા છે.
અમિત શાહે કહ્યું કે આર્થિક વિકાસ ફિટ બેસાડવા માટે PM મોદીએ સહકારી ક્ષેત્રની શરૂઆત કરાવી હતી. ૨૧ ગામોથી થયેલી શરૂઆત આજે ૧૮ હજાર ગામોમાં પહોંચી છે. અમૂલ ગુજરાત માટે ગૌરવ છે. આજે અનેક બહેનો જે અશિક્ષિત છે,પરંતુ દૂધ આવક લાખોમાં કમાણી કરે છે. સૌથી મોટી સમસ્યા ખાદ્ય કારણે જમીન ખરાબ થઈ રહી છે. પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.