અમદાવાદઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને લઈ ભાજપે આજથી ઉમેદવારોની શોધ શરૂ કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા ,ગાંધીનગરમાં નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લીધી હતી. અમદાવાદની ઘાટલોડિયા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયાને લઇને મોટા સમાચાર આવ્યા હતા.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામનો સર્વાનુમતે પ્રસ્તાવ મુકાયો હતો ઘાટલોડિયા બેઠક પર ભાજપમાંથી કોઇએ દાવેદારી નોંધાવી નહોતી. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ભાજપના ઉમેદવાર હશે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે.
2017માં પ્રચંડ બહુમતથી ભૂપેન્દ્ર પટેલનો વિજય થયો હતો. ઘાટલોડિયા બેઠક ઉત્તર ગુજરાતના પાટીદારોનો ગઢ છે. 2017માં ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત ઘાટલોડિયાથી ચૂંટણી લડી હતી. 2017માં તેમણે આ બેઠક પરથી કોગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યા હતા.
Gujarat Election 2022 : શંકર ચૌધરીએ ઉત્તર ગુજરાતની કઈ બેઠક પરથી નોંધાવી દાવેદારી?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આજે બનાસકાંઠાની વાવ બેઠક પર દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી 3 નેતાઓએ દાવેદારી નોંધાવી છે, જેમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો પણ સમાવેશ થાય છે.
પ્રદેશના નિરીક્ષકો દ્વારા બનાસકાંઠાની 2 વિધાનસભાના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાઈ
વાવ વિધાનસભા...7
1...શંકરભાઈ ભાઈ ચૌધરી
2...ગજેન્દ્રસિંહ રાણા
3..પથુજી ઠાકોર
વાવ માં પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી સહિત અન્ય બે લોકોએ નોંધાવી દાવેદારી
દાંતા વિધાનસભાઃ દાંતા વિધાનસભા ઉમેદવારોનો રાફડો, 17 લોકોએ દાવેદારી નોંધાવી
1..નરેશ રાણા
2..અમરાભાઇ ડામોર
3..ભોજાભાઇ તરાલ
4... .હેમરાજ રાણા
5...માંલજી કોદરવી
6..મોતીભાઈ બુંબડિયા
7..સ્વરૂપ રાણા
8....નિલેશ બુમ્બડીયા
9..લાધુ પારગી
10..માંધુ રાણા
11..આશાબેન ભીલ
12..રવિન્દ્ર ગમાર
13..લક્ષ્મણભાઈ ડુંગશીયા
14..નવા ભાઈ કોદરવી
15..લાલજી સોલંકી
16..લાડુ ભાઈ ભગોરા
17....માના ભાઈ વોશિયા
Gujarat Election 2022 : અમરેલીની સાવરકુંડલા બેઠક પર ભાજપમાંથી 16 લોકોએ નોંધાવી દાવેદારી, વાંચો આખું લિસ્ટ
Gujarat Election 2022 : અમરેલીની સાવરકુંડલા વિધાનસભા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. સાવરકુંડલા વિધાનસભા માટે સૌથી વધુ 16 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. પ્રથમ સાવરકુંડલા બેઠકના દાવેદારો માટે ભાજપનાં નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. 3 પૂર્વ ધારાસભ્યો સહિત 16 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.
પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા, સહિતના પૂર્વ ધારાસભ્યો દાવેદારી કરી. 16 દાવેદારી નોંધવાનારા ઇચ્છુકોમાં નામવલી જોઇએ તો સુરેશ પાનસૂરીયા, વિપુલ દુધાત, ભીખુભાઈ ધરાજીયા,કાળુભાઇ વિરાણી, દીપક માલાણી, વી.વી.વઘાસિયા, કમલેશ કાનાણી, પુનાભાઈ ગજેરા, પ્રવીણ સાવજ, હનુભાભા ધોરાજીયા, પરાગ ત્રિવેદી સહિતના દાવેદારો છે.