Gujarat Assembly Elections: મિશન 2022 માટે અમદાવાદના કોંગ્રેસના એક ધારાસભ્યનું કોકડું ગૂંચવાયું હોવાની વાત સામે આવી છે.  અમદાવાદના 4 ધારાસભ્યો પૈકી એક ધારાસભ્યને રીપિટ કરવા અંગે કોંગ્રેસમાં મુંજવણ છે. AIMIMની એન્ટ્રી થતાં ધારાસભ્યને રિપિટ કરવા અંગે મામલો ગુંચવાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને રિપિટ કરવા અંગે કોંગ્રેસના નેતાઓમાં ખચકાટ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખેડાવાલાનો સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો છે. ઈમરાન ખેડાવાલાને 2020માં યોજાયેલી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં થયેલો ખટરાગ પણ નડી રહ્યો છે. હાલ પૂરતી જમાલપુર બેઠકની ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે.


 



કઈ 23 બેઠકો પર મહિલાને ટિકિટ આપવા કોંગ્રેસ પાસે માંગ


મિશન 2022માં મહિલાઓને ટિકિટ આપવા માંગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખે સશકત મહિલાઓને ટિકિટ આપવા માગણી કરી છે. ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ 23 બેઠકો પરની યાદી સાથે ટિકિટની માગણી કરી છે. ગાયત્રીબા વાઘેલા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છેય હોદ્દા ઉપર રહી ચૂકેલા અને હાલમાં હોદ્દો ધરાવતા 23 મહિલાઓ માટે ટિકિટ માગી છે. 


ક્યાં કોને ટિકિટ આપવા માંગ?


માંડવી - કલ્પના જોશી, ઉપપ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસ


ગાંધીધામ - કોકિલાબેન ધેડા, પૂર્વ સદસ્ય, ગાંધીધામ નગરપાલિકા 









ચેરમેન ટાઉન પ્લાનિંગ, રાધનપુર નગરપાલિકા 


રાજકોટ શહેર - ભાનુબેન સોરાણી, વિપક્ષના નેતા, રાજકોટ મહાનગર પાલિકા 


ધોરાજી - ભાવનાબેન ભૂત, પૂર્વ સદસ્ય, રાજકોટ જિલ્લા પંચાયત 
પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ 


કેશોદ - ધર્મિષ્ઠાબેન કામાણી, પૂર્વ મંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ 


કંડોરણા - જેતપુર - શારદાબેન વેગડા, સદસ્ય જેતપુર - નવાગામ નગરપાલિકા
મહામંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ 


ભાવનગર પૂર્વ - પારૂલબેન ત્રિવેદી, પૂર્વ મેયર, પૂરવા મહિલા પ્રમુખ, ભાવનગર 


ગઢડા - ગીતાબેન પરમાર, પ્રમુખ, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ 


લીંબડી - કલ્પનાબેન મકવાણા, પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત 


લુણાવાડા - પ્રેમબા હાડા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ 


ખેડા - સુધાબેન ચૌહાણ, પ્રમુખ, ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ 


કરજણ - નીલાબેન ઉપાધ્યાય, ઉપપ્રમુખ, મહિલા કોંગ્રેસ 
પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત 


મહેસાણા - ડો. મેઘના પટેલ, પૂર્વ પ્રમુખ, મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ 


પાલનપુર - બબીબેન ચૌધરી, પૂર્વ પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ 


ઊંઝા - પિંકીબેન પટેલ, પૂર્વ નગરસેવક, ગાંધીનગર મહાપાલિકા 


દહેગામ - કામીનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય, દહેગામ 


માણસા - ગીતાબેન પટેલ, પૂર્વ સદસ્ય, ગાંધીનગર જિલ્લા પંચાયત 
પૂર્વ ઉપપ્રમુખ મહિલા કોંગ્રેસ, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ 


કડી - લીલાબેન ત્રિવેદી, મહામંત્રી ગાંધીનગર, શહેર મહિલા કોંગ્રેસ 


ઈડર - કમળાબેન પાંભર


સયાજીગંજ - પુષ્પાબેન વાઘેલા 


જામનગર - નયનાબા જાડેજા, પૂર્વ પ્રમુખ જામનગર મહિલા કોંગ્રેસ 


પારડી - આશાબેન ડૂબે