Gujarat Election 2022 Live: CM ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યો રોડ શો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈ ચૂંટણી પ્રચાર પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ આજે સંકલ્પ પત્ર રજૂ કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Nov 2022 05:09 PM
CM ના રોજ શોમાં ઉમટ્યું માનવ મહેરામણ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના મત વિસ્તાર ઘાટલોડિયામાં રોડ શો કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.





કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમને સુરક્ષા નહીં આપી શકેઃ યોગી આદિત્યનાથ

ગીર સોમનાથમાં સભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું,  કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમોને સન્માન આપી નહીં શકે અને તમારી સુરક્ષા પણ નહીં કરી શકે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતના વિરાસતને વિકસિત કરવાની સાથે સન્માન મળી રહ્યું છે. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યુ, કોંગ્રેસએ ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી. કોંગ્રેસએ હમેંશા હિન્દુઓની આસ્થા સાથે ખિલવાડ કરવાનું કામ કર્યુ છે, બાબા સાહેબ ડો. આંબેડકરજી ને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કોંગ્રેસએ કર્યુ છે. આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે અને સેનાના પરાક્રમ સામે સવાલ ઉઠાવી પ્રુફ માંગે છે ત્યારે આવા લોકોને મત આપી ને આપણા મત ને કલંકિત કરાય ?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીનો ગુજરાતના સરકારી કર્મચારીઓને સંદેશ

અરવિંદ કેજરીવાલે કહ્યું,  હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 1 મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.  જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન 31મી જાન્યુઆરી પહેલા બહાર પાડવામાં આવશે.  અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને બતાવી છે. મારી તમામ કર્મચારીઓને વિનંતી છે કે તમે અમારી સરકાર બનાવો, હું ખાતરી આપું છું કે હું તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશ. ચૂંટણીને આડે 5 દિવસ બાકી છે, આ 5 દિવસમાં ફોન કરીને કે વોટ્સએપ દ્વારા કે ઘરે ઘરે જઈને વધુને વધુ લોકોને બદલાવ માટે, પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિત કરો.

2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાનું લક્ષ્યાંક

  • આદિવાસી વિસ્તારમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ અને પેરા મેડિકલ કોલેજનું વચન

  • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે ગ્રીડ બનાવવાનું વચન

  • દ્વારકામાં દેશનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનું વચન

  • સ્કૂલ ઓફ એક્સિલંસ અંતર્ગત 20 હજાર શાળાને અપગ્રેડ કરાશે

  • 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાનું લક્ષ્યાંક

દેશ વિરોધી તત્વોને નાથવા એન્ટી રેડિક્લાઇઝેન સેલ બનાવાશે

  • ગૌશાળાઓને મજબૂત કરવા 500 કરોડના વધારાનું બજેટ

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે સી ફૂડ પાર્ક બનાવાશે

  • આયુષ્યમાન ભારત યોજનાની વાર્ષિક મર્યાદા 5 લાખથી વધારી 10 લાખ

  • આગામી પાંચ વર્ષમાં 20 લાખ રોજગારની તક ઉભી કરાશે

  • દેશ વિરોધી તત્વોને નાથવા એન્ટી રેડિક્લાઇઝેન સેલ બનાવાશે

સંકલ્પ પત્રમાં કૃષિ ક્ષેત્ર પર ભાર

જે.પી.નડ્ડાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કહ્યું, ભવ્ય અને વૈભવશાળી ગુજરાત બનાવવાનો સંકલ્પ છે.



  • કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે 10 હજાર કરોડના બજેટનો સંકલ્પ

  • ખેડ઼ૂત મંડળીઓ, APMC ને મજબૂત કરવી, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો સંકલ્પ

  • સિંચાઈના નટવર્કને મજબૂત કરવા 25 હજાર કરોડના બજેટનો સંકલ્પ

  • અગ્રેસર એગ્રીકલ્ચર, અગ્રેસર યુવા, અગ્રેસર આરોગ્ય, અગ્રેસર સમરસ વિકાસ ભાજપનો સંકલ્પ

ગુજરાત નંબર વન - સીએમ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું, સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત નંબર 1 છે. ઔદ્યોગિક ઉત્પાદન અને કુલ નિકાસમાં ગુજરાત નંબર વન છે. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત નંબર વન છે. વ્યક્તિ દીઠ વિજ વપરાશમાં ગુજરાત નંબર વન છે.

ભાજપનું સંકલ્પ પત્ર અન્ય પક્ષોની જેમ ઠાલા વચનો આપવાનું નથીઃ CM

સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું ભાજપનું સંકલ્પ પત્ર અન્ય પક્ષોની જેમ ઠાલા વચનો આપવાનું નથી. ગુજરાતની જનતાએ ભાજપને અગ્રેસર સ્નેહ અને સહકાર આપ્યો.

સી.આર.પાટીલે શું કહ્યું

સી.આર.પાટીલે કહ્યું, કાર્યક્રમ અને જાહેર સ્થળ પર પેટી મુકી હતી. 5 થી 15 નવેમ્બર સુચન મંગાવાયા હતા. કેટલાક કામ પૂર્ણ કર્યા અને કેટલાક બાકી.





ભાજપે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મતદારોને વચનોની લ્હાણી કરવામાં આવી છે. કોંગ્રેસે 12 નવેમ્બર અને આમ આદમી પાર્ટીએ 7 ઓગસ્ટના રોજ  ચૂંટણી મેનિફિસ્ટો જાહેર કર્યો હતો. LED સ્ક્રિન પર પાછલા 5 વર્ષમાં કરેલા કામોની વિગતો દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી પહેલા સાંજે સુરત એરપોર્ટ પહોંચશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈ પીએમ મોદી આજે સાંજે સુરત પહોંચશે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સુરતમાં  28 કિલોમીટર રૂટ પરથી પસાર થશે.



  • એરપોર્ટથી Y જંકશન

  • Y જંકશનથી SVNIT

  • SVNITથી અઠવા

  • અઠવા થી મજુરા બ્રિજ

  • મજુરા બ્રિજથી સહારા દરવાજા

  • સહારા દરવાજા રેલવે બ્રિજ ક્રોસ કરી APMC રોડ

  • APMCથી આઇમાતા સર્કલ પર્વત પાટિયા

  • પર્વત પાટિયાથી સીમાડા નાકા

  • સીમાડા નાકાથી સવજી કોરાત બ્રિજ

  • સવજી કોરાટથી મોટા વરાછા ગોપીન ગામ સભા સ્થળ 


આ પોઇન્ટ પર અલગ અલગ સ્થળે સ્વાગત પોઇન્ટ રાખવામાં આવ્યા છે. જ્યાં જનમેદની હશે ત્યાં મોદી બહાર નીકળી અભિવાદન ઝીલશે. 

ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા સામે રોષ

ધારી બેઠકના ગામડાઓમાં સ્થાનિકો દ્વારા રોડ રસ્તાઓના મુદ્દાઓને લઈને ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા સામે રોષ છે. લોકોએ સભામાં  વિરોધ કર્યો હતો.  ગામડાઓના રોડ રસ્તાઓ સુધારો પછી દેશ લેવલ ની વાત પછી કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ખાતર અને બાટલાના ભાવો વધતા હોવાથી ગામડાઓમાં લોકોએ વસવસો વ્યક્ત કર્યો હતો. ધારી ગીરના ગામડા વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે.

સૌરાષ્ટ્ર ની તમામ વાઈનશોપને ચૂંટણી ઇફેક્ટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 29મી સાંજે 5થી 1 ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી વાઈનશોપ બંધ રહેશે. હેલ્થ પરમીટ ધારકો માટે ચાલુ માસનો જમા કવોટો મંગળવાર સાંજ સુધીમાં લઈ લેવો પડશે.

યોગી આદિત્યનાથ સોમનાથ દાદાના કરશે દર્શન

અમદાવાદ સહિત આ જગ્યાએ અમિત શાહ કરશે રેલી

રૂપાલા સૌરાષ્ટ્રમાં કરશે પ્રચાર

સ્મૃતિ ઇરાની અહીં ગજવશે સભા

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ આજે જાહેર કરશે સંકલ્પ પત્ર. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં જાહેર કરાશે સંકલ્પ પત્ર.


 અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના મત રાજકીયા પાર્ટીઓ માટે સૌથી મહત્વના છે.  અમદાવાદમાં બીજા તબક્કામાં યોજાનારા મતદાનની સાથે પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્રમાં રત્ન કલાકારો સાથે જોડાયેલા મતદારોના મત મળે તે માટે વિવિધ રાજકીય પાર્ટીઓએ વિશેષ ટીમ બનાવીને હીરાના કારખાને જઇને તેમને વધુમાં વધુ શૈક્ષણિક, સામાજીક અને રાજકીય ફાયદો મળે તેવા વચનો આપવાના શરૂ કર્યા છે. અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો અને તેમના પરિવારના લાખો મત રાજકીય પાર્ટીઓ માટે મહત્વના છે. જેથી વિવિધ રાજકીય પાર્ટીઓએ હીરાના કારખાનાઓમાં જઇને રત્ન કલાકારોને રીઝવવાનું શરૂ કર્યું છે. જેમાં ભાજપના નેતાઓએ  રત્ન કલાકારોના બાળકોને મફત શિક્ષણ, વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ મકાન બનાવવા કે ધંધો કરવા માટે લોન અપાવવાની પણ ખાતરી આપી છે. સાથે સાથે હાલ હીરા ઉદ્યોગમાં વિવિધ કામગીરીમાં મળતો વળતરનો દર ઓછો હોવાને કારણે તેનો વધારો કરી આપવાની પણ ખાતરી આપી હતી.  તો આમ આદમી પાર્ટી તેમના ગેંરટી કાર્ડ આપી રહી છે. જેમાં બાળકોને મફત શિક્ષણ, મેડીકલની સાથે વીજળી મફત આપવા ઉપરાંત, ગુજરાતના લાખો રત્ન કલાકારોના પડતર પ્રશ્નો હલ કરવા માટેના વચન આપે છે. જો કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હજુ રત્ન કલાકારો સુધી ખાસ પહોંચ્યા નથી.સૌથી નવાઇની વાત એ છે કે રત્ન કલાકારોના મત મેળવવા માટે હીરાના કારખાનાના સંચાલકોને એક રાજકીય પાર્ટીએ કેટલીક ડીલ પણ કરી છે. જેમાં   કારખાનાના મેનેજરને બાઇક કે અન્ય ચીજવસ્તુઓ પણ ઓફર કરી છે.


ચૂંટણીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં 5 ડિસેમ્બરે રજા


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મતદાન યોજાનાર છે.આ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.આ દિવસે આવશ્યક સેવા ચાલુ રખાશે.આવશ્યક સેવાઓ સાથે ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન કરવા જવા દેવામા આવશે. 5 ડિસેમ્બરના રોજ રાજયના અન્ય જિલ્લાઓની સાથે અમદાવાદની પણ તમામ બેઠક માટે એક જ દિવસ મતદાન યોજાવાનુ હોવાથી વટાઉખત અધિનિયમ-૧૮૮૧ની કલમ-૨૫ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ વિસ્તારમા આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓમા ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ મતદાન કરી શકે એ હેતુથી રજા જાહેર કરવામા આવી છે.આ દિવસે શહેરમાં સફાઈ સહિતની અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રાખવાની હોવાથી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઆને મતદાન કરવા માટે જવા દેવાની વ્યવસ્થા કરવા આ પ્રકારની સેવાઓ સાથે સંકળાયેલા સંબંધિત વિભાગના ઉપરી અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.