અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આજે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરીષદમાં વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અગાઉ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા. 






આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયાનું મહત્વપૂર્ણ મૂદ્દે પ્રેસ મીડિયાને સંબોધન #LIVE https://t.co/UoprBZsILS


— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 18, 2022





કોને ક્યાં મળી ટિકિટ


રાજુ કરપડા, ચોટિલા
પિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢ
પ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરત
નિમિષાબેન ખૂંટ-ગોંડલ
વિક્રમ સોરાણી-વાંકાનેર
કરશન કરમૂર-જામનગર ઉત્તર
ભરતભાઈ વાખળા- દેવગઢ બારિયા
જે.જે. મેવાડા- અસારવા-અમદાવાદ
વિપુલ સખીયા- ધોરાજી


કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના આ નેતાને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઝટકો, બળાત્કારનો કેસ દાખલ કરવા આદેશ


નવી દિલ્હીઃ કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચુકેલા બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં 2018ના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી પોલીસ આ કેસમાં 3 મહિનામાં તેની તપાસ પૂર્ણ કરે અને રિપોર્ટ નીચલી કોર્ટમાં રજૂ કરે.


દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે  તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી.


શું છે ઘટના?


વર્ષ 2018માં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મહાઉસમાં તેના પર બળાત્કાર કર્યો હતો.  આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે નીચલી કોર્ટમાં કહ્યું હતું કે શાહનવાઝ સામે કોઈ કેસ નથી. જો કે, તે સમયે પણ કોર્ટે પોલીસની દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ નોંધનીય ગુનાનો કેસ છે.


શાહનવાઝ હુસૈન બિહારના MLC છે


શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. શાહનવાઝ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રમાં મંત્રી બન્યા. તે સમયે તેમને સૌથી યુવા મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. સૈયદ શાહનવાઝ હુસૈન વર્ષ 2014માં ભાગલપુર લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. 2019માં ભાજપે તેમને ટિકિટ આપી નહોતી. પરંતુ તેમણે પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમનું પ્રારંભિક શિક્ષણ વિલિયમ્સ હાઈસ્કૂલ, સુપૌલ ખાતે થયું હતું.