અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદેસર 15 પિસ્તોલ અને 5 તમંચા સાથે 6 આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા છે. અનિલ જાંબુકીયા તથા અનિરૂદ્ધ નામના શખ્સો પાસેથી આરોપીઓ મધ્યપ્રદેશમાંથી ગેરકાયદે પિસ્તોલ અને દેશી તમંચા લઈ આવતા હોવાનું ખૂલ્યું છે. જેથી ATSએ આ બંને શખ્સ સામે પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.
ગુજરાત ATSની ટીમે બાતમીના આધારે ગીતા મંદિર બસ સ્ટેશન પાસેથી અનિલ જાંબુકીયા અને અનિરુદ્ધ ખાચરને 2 પિસ્તોલ અને 2 કારતુસ સાથે પકડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે અન્ય 4 લોકોના નામ ખુલ્યા હતા જે ગેરકાયદેસર હથિયાર રાખે છે જેથી ATS એ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
Gujarat: મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા
મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી 7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.
કિરણ પટેલને રાત્રે અમદાવાદ લવાયો
કિરણ પટેલને રાત્રે 2.30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પૂછપરછ થશે.