અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટી કાર્યવાહીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા હોવાનું ખુલ્યું છે.

Continues below advertisement

બે આરોપીઓની ધરપકડ:

  • ATS દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ આ મુજબ છે:
  • રશ્મિન રવિન્દ્ર પાલ (મહિલા): મૂળ ઉત્તર પ્રદેશની, હાલમાં દમણમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
  • અજય કુમાર સિંહ (AK સિંહ): ગોવામાંથી ધરપકડ કરવામાં આવી છે. AK સિંહ અગાઉ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો.

સંવેદનશીલ માહિતીની આપ-લે:

Continues below advertisement

તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સીધા પાકિસ્તાનના ISI એજન્ટોના સંપર્કમાં હતા, જોકે તેઓ એકબીજાના સંપર્કમાં નહોતા.

પૂર્વ સુબેદાર AK સિંહની ભૂમિકા:

AK સિંહ 2022માં દીમાપુર ખાતે નોકરી પર હતો ત્યારથી જ 'અંકિતા શર્મા' નામની વ્યક્તિના સંપર્કમાં હતો, જે તેની હેન્ડલર હતી. તેણે આર્મી રેજીમેન્ટ્સની માહિતી, બદલી અને અન્ય મહત્ત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટો સુધી પહોંચાડી હતી. તેના મોબાઈલમાં એક માલવેર (Malware) પણ મળી આવ્યો હતો, જેના દ્વારા તમામ માહિતી સીધી ISI સુધી પહોંચાડવામાં આવતી હતી. તે પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પણ પહોંચાડવામાં મદદ કરી રહ્યો હતો.

રશ્મિનની ભૂમિકા:

  • રશ્મિન 2025માં ISIના સંપર્કમાં આવી હતી.
  • તે 'પ્રિયા ઠાકુર' નામના એકાઉન્ટ મારફતે સંપર્કમાં રહેતી હતી.
  • તે પાકિસ્તાની ઓફિસર અને અધિકારીઓની સૂચનાઓ પર વોચ રાખતી હતી.
  • તેના હેન્ડલર તરીકે અબ્દુલ સત્તાર અને ખાલિદ નામના બે પાકિસ્તાની એજન્ટો હતા.
  • તે દર વખતે વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી દેતી હતી, જેથી તેની માહિતી મેળવવી મુશ્કેલ બને.

નાણાકીય વ્યવહારની તપાસ:ATS એ હવે આ બંને આરોપીઓને પાકિસ્તાની એજન્ટો તરફથી કેટલા રૂપિયા મળ્યા હતા અને કયા માધ્યમથી મળ્યા હતા, તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ અંગે ચોક્કસ માહિતી મળતાં ATSએ વોચ ગોઠવીને આ સફળ ધરપકડ કરી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.