અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે ભાજપના નેતાઓ પણ એક પછી એક કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આજે ભાજપના ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે. ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.


પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરા કોરોના પોઝીટિવ આવ્યા છે. રાજકોટમાં એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ભરત બોઘરા મુખ્યમંત્રીની રાજકોટની રેલીમાં હાજર હતા. ભાજપના નેતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, મનીશ ચાંગેલા અને હવે ભરત બોઘરા પણ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 


ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતાં ધનસુખ ભંડેરી હોમ આઇસોલેટ થયાં છે. 


રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે.  બીજી તરફ 1263  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી. આજે  93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696,  વડોદરા   કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98,  કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મહીસાગર 9, દાહોદ 8, જામનગર 8, તાપી 7, પોરબંદર 6, છોટા ઉદેપુર 3, બોટાદ 2, જૂનાગઢ 2 અને ડાંગમાં 1  કેસ નોંધાયા છે. 



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 27913  કેસ છે. જે પૈકી 26 વેન્ટીલેટર પર છે, જ્યારે 27887 નાગરિકો સ્ટેબલ છે. 824163 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 144 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 3599 લોકોને પ્રથમ અને 11427 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24671 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 35767 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 17857 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 93,467 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,31,18,817 લોકોને રસી અપાઈ છે.