તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ મૂકીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, મેં કોરોના રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત દિવસોમાં જે સાથી મિત્રો મારા સંપર્કમાં આવ્યા હોય, તે પોતે ક્વોરેન્ટાઇન થઈ જાય અને પોતાની તપાસ ચોક્કસ કરાવે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત સાંસદો, ધારાસભ્યો અને કેટલાય કોર્પોરેટરો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જોકે, મોટાભાગના સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.