Gujarat Closed Live Update : કોંગ્રેસના બંધને ગુજરાતમાં કેવો મળ્યો પ્રતિસાદ? જાણો કયા શહેરમાં શું છે સ્થિતિ?
કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન અપાયું છે. બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે.
8થી12નો સાંકેતિક બંધનો કોલ આપ્યો હતો: સોલંકી
આપ સૌ નાં ધ્યાન માં છે કોંગ્રેસ નું બંધ નિષ્ફળ છે . ગૂજરાત બિઝનેસ હબ બન્યું છે. ધંધાદારીઓ રોજગાર મેળવે છે. સત્તા માટે અરાજકતા ફેલાવી , તોફાનો કરાવવા તે કોંગ્રેસ ના નામે છે.
પ્રદેશ કોંગ્રેસના ગુજરાત બંધ એલાનને સાયલા તાલુકામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો. સાયલા ગામ સહિત આસપાસના ગામોમાં વેપારીઓ અને દુકાનદારોએ પોતાનો ધંધો અને રોજગાર સ્વયંભૂ બંધ રાખી સમર્થન આપ્યું. મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
વડોદરા કોંગ્રેસનું આંશિક બંધ. નિઝામપુરા વિસ્તારમાં બંધ કરાવવા નીકળેલા વિપક્ષ નેતા અમી રાવત સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
વિપક્ષ નેતા સુખરામ રાઠવાની અટકાયત. કવાંટ ખાતે દુકાનો બંધ કરાવા નીકળતા પોલીસે કરી અટકાયત. વિપક્ષ નેતાના મત વિસ્તારમાં જ બજારો ખુલ્લા. જિલ્લામાં બંધને આંશિક પ્રતિસાદ.
રાજકોટ એન.એસ.યુ આઈ ના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટની જસાણી કોલેજ બંધ કરાવવામાં આવી. આજે મોટાભાગની સ્કૂલોમાં પરીક્ષાઓ હોવાના કારણે એન.એસ.યુ આઈ એ સ્કૂલો બંધ ન કરાવી. પ્રદેશ એન.એસ યુ આઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી આપ્યું નિવેદન.
સુરત કોંગ્રેસ નું સાંકેતિક બંધ. બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ નેતા અસલમ સાયકલ વાલાની અટકાયત. સલાબતપુરા પોલીસ દ્વારા અટકાયત કરાઈ. સવારે 8 થી 12 સુધી કોંગ્રેસનું બંધ છે. સુરત ના કમેલા દરવાજા ખાતે કોંગ્રેસ નેતા અસલમ સાયકલ વાલા બંધ કરાવવા અપીલ કરવા નીકળ્યા હતા. સવારે ખૂલેલી મીઠાઈ,ચા,પાન ના ગલ્લા સહિત ની દુકાનો બંધ કરવા અપીલ કરી હતી. ગુલાબનું ફૂલ આપી બંધ રાખવા અપીલ કરાઈ હતી
કોંગ્રેસ બંધના એલાનને મોરબીમાં આંશિક પ્રતિસાદ. કાર્યકારી પ્રમુખ લલિત કગથરા સહિતના આગેવાનો બંધ કરાવવા નીકળ્યા. શહેરના મુખ્યમાર્ગો પર બંધ કરાવવા નીકળ્યા. મોરબી શહેર અને જિલ્લામાં બંધને આંશિક પ્રતિસાદ.
જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના સ્ટેશન રોડ, મેન માર્કેટ, મુખ્ય બજાર વિસ્તારમાં બંધ કરાવવા કોંગ્રેસ અગ્રણીઓ નીકળ્યા. કોંગ્રેસ અગ્રણીઓને અપીલને પગલે સ્ટેશન રોડ અને મેન બજારોમાં કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી. અમુક દુકાનો સ્વેછીક બંધ તો અમુકને કોંગ્રેસ કાર્યકર્તાએ દુકાનો કરાવ્યા બંધ...
વડોદરામાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના નેતાઓ શહેરના અનેક વિસ્તારમાં ફરી ખુલ્લી દુકાનના માલિકને સમજાવી મોંઘવારી સામે બંધ કરવા આગ્રહ કર્યો. અનેક વિસ્તારમાં આંશિક બંધની અસર દેખાઈ.
પોરબંદરમાં કોંગ્રેસના બંધના એલાન પગલે મોટાભાગના વિસ્તારો બંધ. કેટલીક સ્કુલ બસની કોઈ અજાણ્યાં લોકોએ હવા કાઢી નાખી. સ્કૂલ અને કોલેજે બંધને સમર્થન આપ્યાનો દાવો. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા લોકોને બંધમાં જોડાવા અપીલ કરી
આજે રાજકોટની સોની બજાર રહેશે બંધ. અડધો દિવસ રહેશે બંધ. મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધ મામલે રહેશે બંધ. ગોલ્ડ ડીલર એશોશીએશન દ્વારા કરવામાં આવી જાહેરાત.
કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની અટકાયત. ગુજરાત બંધના કોંગ્રેસના એલાનના પગલે અટકાયત. વિરમગામ પોલીસે કરી અટકાયત.
રાજકોટના ઢેબર રોડ અને ગોંડલ રોડ પર સવારથી અમુક દુકાનો ખુલી તો અમુક દુકાનો બંધ. વહેલી સવારથી બસ સ્ટેન્ડ અને આસપાસની દુકાનો ખુલી જોવા મળી.
ગુજરાત બંધના પગલે અમદાવાદમાં કોલેજ બંધ કરાવાઈ . NSUI દ્વારા GLS યુનિવર્સિટીની કોલેજ બંધ કરાવાઈ. NSUIના કાર્યકરો દ્વારા શાળા કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન અપાયું છે. બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે. કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને અને લોકોને બંધમાં જોડવા અપીલ કરી છે. લોકોને સ્વેચ્છાએ બંધમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી છે.
ગુજરાત બંધના પગલે કોલેજ બંધ કરાવાઈ છે. અમદાવાદમાં NSUI દ્વારા GLS યુનિવર્સિટીની કોલેજ બંધ કરાવાઈ છે. NSUIના કાર્યકરો દ્વારા શાળા કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની અટકાયત કરાઈ છે. વિરમગામ પોલીસે અટકાયત કરી છે.
ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસનઃ જગદીશ ઠાકોર
ગુજરાત બંધના એલાન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, વેપારીઓ સારું સમર્થન આપી રહ્યા છે. ભાજપના આગેવાનો વેપારીઓને ધમકાવી રહ્યા છે. દુકાન બંધ રાખશો તો બીજા દિવસે સરકારી હેરાનગતિ માટે તૈયાર રહેજો તેવી ધમકી આપે છે. વેપારીઓને ધમકાવીને બંધને નિષ્ફળ રાખવાનો પ્રયાસ ભાજપ કરે છે. ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસન ચાલે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -