અમદાવાદઃ શહેરના વાયએમસીએ ક્લબ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રે઼ડ ઓર્ગેનાઇઝેશન(JITO)ના એક કાર્યક્રમમમાં મુખ્યમંત્રીએ હળવી શૈલીમાં કહ્યું હતું કે, જેને વિદેશમાં જવાનો મોહ હોય, તે ઓછો કરી દે નહીં તો અહીંના વિઝા માટે અમારી ચિઠ્ઠી જરૂરી થઈ જશે. તેમણે જીતોના નવા ચેરમેન ચેતન શાહની ઇન્સ્ટોલેશન સેરેમનીમાં આ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, JITO દ્વારા શૈક્ષણિક, આર્થિક અને સામાજિક કામગીરી કરાઈ રહી છે. તેમણે આ પ્રસંગે JITOની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, 10 હજાર મકાન બનાવીને આપવા એ કાંઇ નાની વસ્તુ નથી. 2022 સુધી દેસમાં દરકેના માથા પર છત હોય તેવું વડાપ્રધાનનું વચન છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે પ્રકારનું વિઝન છે, તે મુજબ દેશ ક્યાંય આગળ નીકળી જશે. કોરોના કાળની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, મહામારીમાં વિશ્વની મહાસત્તા ગણાતા દેશો થાકી ગયા હતા, જ્યારે આપણા દેશમાં આજે બધાના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. તેમણે આ સમયે પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારત વિઝન અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, આના કાણે ભારત ટોપ પર આવી જશે.
દિવાળી પહેલા PF ખાતા ધારકોના ખાતામાં EPFO જમા કરશે વ્યાજ
નવી દિલ્હીઃ પીએફ ખાતા ધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ જમા કરે તેવી સંભાવના છે. અહેવાલો પ્રમાણે, દિવાળી પહેલા છ કરોડ ખાતાધારકોના ઇપીએફ એકાઉન્ટમાં વ્યાજની આ રકમ જમા થઈ જશે.
ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદર 8.5 ટકા પર સ્થિર રાખ્યો છે. કોરોનાને લીધે સભ્યો દ્વારા વધારે પ્રમાણમાં ઉપાડ અને ઓછા પ્રદાનના લીધે આ નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે, ઇપીએફઓએ માર્ચ 2019-20માં વ્યાજદર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો. અગાઉ નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજદર 8.65 ટકા હતો. આ પહેલા ઇપીએફઓએ 2017-18 માટે 8.55 ટકા વ્યાજ પૂરુ પાડયું હતું. 2016-17 માટે વ્યાજદર 8.65 ટકા હતો.
તાજેતરમાં જ કોવિડ-19ના પગલે ઇપીએફઓના સભ્યોને ભંડોળમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ પેટે રકમ ઉપાડવાની છૂટ આપી છે. માર્ચ 2020માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાસ જોગવાઈ દ્વારા ઇપીએફના સભ્યોને તેમના છેલ્લા ત્રણ મહિનાના બેઝિક પે અને મોંઘવારી ભથ્થાંની રકમ કે પ્રોવિડન્ટ ફંડની રકમના ૭૫ ટકા રકમ બેમાંથી જે ઓછું હોય તેના ઉપાડની છૂટ આપી હતી.
બીજી લહેર દરમિયાન ઇપીએફઓએ બીજું નોન-રિફંડેબલ કોવિડ-19 એડવાન્સ ઉપાડવાની છૂટ આપી હતી. કોરોનાના રોગચાળા દરમિયાન કુટુંબના સભ્યોની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ છૂટ અપાઈ હતી. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19ના મુશ્કેલ સમયમાં ઇપીએફઓ તેના હિસ્સેદારોને મદદ કરવા તૈયાર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2021માં જણાવ્યું હતું કે પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીના વર્ષે 2.5 લાખથી વધારે રકમના ફાળા પરનું વ્યાજ વેરાપાત્ર રહેશે. તેનો અમલ પહેલી એપ્રિલથી શરૂ થઈ ગયો છે.