Ahmedabad : અમદાવાદના વટવા વિસ્તારમાં સીએમ ભુપેન્દ્ર પટેલે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની પ્રતિમાનું અનાવરણ કર્યું અને પાર્ટી પ્લોટનું પણ અનાવરણ કર્યું. આ પ્રસંગે ગુજરાતના તમામ સમાજને સાથે રાખીને આગળ વધવા મુખ્યમંત્રીએ  નિવેદન આપ્યું. 


પાલ સમાજના પ્રણેતા લોકમાતા અહલ્યાબાઈ હોલકરના નામે પાર્ટીપ્લોટ અને પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વટવા પહોંચ્યા હતા.  આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય કાયદામંત્રી એસ.પી.સિંહ બઘેલે પણ હાજરી આપી.પાલ સમાજ દ્વારા વટવા વિસ્તારમાં સ્વખર્ચે લોકમાતા અહલ્યાબાઈની પ્રતિમા મુકવામાં આવી.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં તમામ સમાજને સાથે રાખીને ગુજરાત આગળ વધતું હોવાનું વચન આપ્યું.તો શિક્ષણ,સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ સતત સુધારણા સરકાર આગામી દિવસમાં કરવા જઈ રહી હોવાના સંકેત આપ્યા.






CM ભુપેન્દ્ર પટેલે પાંચ નગરપાલિકાઓના વિકાસકાર્યો માટે 85 કરોડ રૂપિયા મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પાંચ નગરપાલિકાઓના વિકાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પાંચ નગરપાલિકાઓના વિવિધ વિકાસકાર્યો માટે 85 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેમાં ધ્રાંગધ્રા, માણસા, કડી, વડનગર અને બાવળા નગરપાલિકામાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે તળાવ બ્યુટીફિકેશન, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગાર્ડન, પાણીની લાઈન, પેવર બ્લોક જેવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે.


1) ધ્રાંગધ્રાના માનસર તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા 4.25 કરોડ મંજૂર 


2) માણસાના ચંન્દ્રાસર  તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા 4.87 કરોડ મંજૂર


3) કડીમાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અંતર્ગત રૂપિયા 44.83 લાખના 9 કામો મંજૂર


4) વડનગરમાં 5051 ઘરોની ગટર લાઈન મુખ્ય લાઈન સાથે જોડવાના રૂપિયા 3.53  કરોડના કામો હાથ ધરાશે


5) બાવળા નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના માટે રૂપિયા 7.80  કરોડના કામોને મંજૂરી