અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા પદે વરણી થઈ ગયા પછી હવે કોંગ્રેસના પ્રદેશ માળખાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જાન્યુઆરી સુધીમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખાની રચના થશે. કોંગ્રેસ પ્રભારી ડો .રઘુ શર્માએ સંગઠન પર નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે,આગામી દિવસમાં ઝોન વાઇઝ મુલાકાત કરીશું . ધારાસભ્ય , પૂર્વ ધારાસભ્ય સહિત નેતાઓ સાથે મુલાકત કરીશું. ૧૫ જાન્યુઆરી સુધીમાં નવા જિલ્લા અને તાલુકા પ્રમુખ બની જશે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિમણૂક થઈ ગઇ છે. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની નીજર પ્રદેશ કોંગ્રેસ સંગઠન પર મંડાયેલી છે.
રાજ્યમાં આજે 8 હજાર 690 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 70થી વધુ ટકા મતદાન થયું છે. રાજ્યની કુલ 8 હજાર 684 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 27 હજાર 200 જેટલા ઉમેદવારના ભાવી મતદાન પેટીમાં કેદ થયા હતા. 21મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.
કેટલાક મતદાન મથકો બહાર વિવાદ અને ઘર્ષણની ઘટનાઓ બની હતી. તે સિવાય ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ નોંધાઇ હતી.
છોટાઉદેપુરના કાવિઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થઇ હતી. સરપંચના ઉમેદવાર અને મુંબઇની મોડલ સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એશ્રા પટેલ અને પ્રતિ સ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઇ હતી.
નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવાએ માંગ કરી હતી કે વિધાનસભા અને લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે. ધાનેરાના કૉંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા જેવા દેશોમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે છે.