અમદાવાદઃ ગુજરાતમાં 2022માં જો અમારી સરકાર બનશે તો પહેલી જ કેબિનેટમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય ચૂકવવાનો સૌ પ્રથમ નિર્ણય કરવામાં આવશે, તેવી જાહેરાત આજે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિયમંત્રી ભરતસિંહ સોલંકીએ કરી છે. નવી સરકાર આવ્યા પછી પણ લોકોને કોરોના બાબતે મદદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેવો આક્ષેપ પણ સોલંકીએ રાજ્યની ભાજપ સરકાર પર કર્યો છે.


આ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આગામી ચૂંટણીમાં પોતાની સરકાર બનવાનો દાવો કર્યો હતો. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ 4- 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસની સરકાર કેબિનેટમાં પહેલો નિર્ણય કોવિડથી મૃત્યુ પામનારના પરિવારને સહાય કરવાનો કરશે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શું કરી મોટી જાહેરાત?


અમદાવાદઃ AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે. UPના ગેંગસ્ટર અતિક અહમદને મળવા સાબરમતી જેલમાં જતા પોલીસે તેમને અટકાવ્યા હતા. ABP સાથેની વાતમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, અતિક અહમદને મને મળતા રોક્યો તેનો મેસેજ UPમાં જતો રહ્યો છે. 


તેમમે કહ્યું હતું કે, UP વિધાનસભાની ચૂંટણીમાં AIMIMમાંથી અતિક અહમદ ચૂંટણી લડશે. 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ઓવૈસીએ જણાવ્યું કે, કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો ભાજપમાં ગયા તે મને પૂછીને ગયા હતા? રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા ત્યાં અમારો ઉમેદવાર પણ ઉભો ન હતો. કોંગ્રેસના જે લોકોને AIMIMમાં આવવું હોય તે કહે હું તેના ઘરે તેમને લેવા જઈશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ અમે પુરી તાકાતથી લડીશું.
ટિકટેક 


તેમણે કહ્યું હતં કે, ગુજરાત વિધાનસભાની કેટલી બેઠક પર ચૂંટણી લડીશું તે ગુજરાતના પ્રમુખ નક્કી કરશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે પુરી તાકાતથી ચૂંટણી લડીશું. 1984થી ગુજરાતમાં કોઈ મુસ્લિમ MP નથી બન્યા. તમે મુસ્લિમ મતથી હરો છો કે ગેરમુસ્લિમ મતથી તે નક્કી કરો. રાહુલ ગાંધી અમેઠી બેઠક હાર્યા ત્યાં તો અમારો ઉમેદવાર ન હતો. અમે B નહીં A ટીમ બની ગયા છીએ. કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો ભાજપમાં ગયા તો મને પૂછીને ગયા. કોંગ્રેસના લોકો ભાજપમાં જાય છે તેની જવાબદારી અમારી નથી. જેટલા આક્ષેપ અમારા પર કરવા હોય તેટલા કરે, મને ફરક નથી પડતો.