લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આ હારને સ્વીકારી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, મારી પ્રદેશ પ્રમુખ સિવાય પણ અન્ય ફરજો છે. જોકે મેં રાજીનામું આપ્યું નથી.
ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યા બાદ પ્રદેશ પ્રમુખે પણ રાજીનામું ધર્યું છે. આમ કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપવાનો દોર શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી ભરસિંહ સોલંકીએ રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીએ અમિત ચાવડાને નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. અમિત ચાવડા હાલમાં આંકલાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.