અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પક્ષમાં શહેર સંગઠન રચનામાં ફેરફાર કરશે. કોંગ્રેસ રાજ્યના મોટા શહેરોમાં બે શહેર પ્રમુખના હોદાઓ આપવાની વિચારણા કરી રહી છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં બે બે શહેર પ્રમુખ બનાવવાની કોંગ્રેસ વિચારણા કરી રહી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કોણ? પ્રદેશમાં બે દિવસ અલગ અલગ જૂથને તેડાવ્યા. પ્રભારી રધુ શર્મા પાસે શહેર ના અગ્રણીઓ મળી આવ્યા. પૂર્વ MLA ઇંદ્રનીલ રાજ્યગુરુ બીજા દિવસે એકલા મળ્યા. પ્રમુખ પદ માટે પ્રદીપ ત્રિવેદી, મિતુલ દોંગા,અતુલ રાજાણી નામ મુકાયા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદમાં માત્ર એક અર્જુન ખાટરિયાનું નામ મોખરે. એક જૂથે શહેર કોંગ્રેસ ની કમાન ફરી ઇંદ્રનીલ રાજ્યગુરુ સંભાળે તેવો સૂર વ્યક્ત કર્યો. ગણતરીના દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લાને નવા પ્રમુખ મળે તેવા પ્રયાસ. વિધાનસભાની ચૂંટણી પહેલા શહેર અને જિલ્લા કોંગ્રેસમાં મજબૂત શહેર કોંગ્રેસ પ્રમુખો મુકાઇ તેવો કાર્યકરોમાં સૂર.
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોગ્રેસે એક મહત્વનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો હતો. જે અનુસાર એક વ્યક્તિ એક હોદ્દાની રણનીતિ પર કોંગ્રેસ ચૂંટણી લડશે.
ગુજરાત કોગ્રેસમાં સંગઠનમાં હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહીં. સાથે જ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને સંગઠનમાં હોદ્દો અપાશે નહીં. અને આમ પ્રદેશના માળખામાં ધારાસભ્યો-સાંસદ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે નહીં. સાથે જ જિલ્લા પ્રમુખો અને પ્રદેશના હોદ્દેદારો ચૂંટણી લડશે નહીં. જો કે કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખનો આ નિર્ણય 2022ની ચૂંટણી પૂરતો રહેશે. કોંગ્રેસની તાકાત વધારવા અને જવાબદારીઓનું વિભાજન કરવા આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.
સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની ધરપકડ
સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, મોંઘાભાવની જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી છેતરપીંડીના કેસમાં સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. નવસારીના ચીખલીના મલ્યાધરા ગામના ખેડૂત દેવાભાઈ લાડ પાસે જમીનના દસ્તાવેજ કરાવી જમીન બારોબાર અન્યને વેચી લાખોની છેતરપીંડી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. મેઘના અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ જમીન ખરીદનાર સુરતના વિરલ તાલિયાએ પોલીસ ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.