અમદાવાદ: ગુજરાત સ્થાપના દિવસએ કોંગ્રેસએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. લાલદરવાજા ખાતે આવેલી ઈંદુચાચા પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. જબ તક સુરજ ચાંદ રહેગા ઈંદુચાચાકા નામ રહેગાના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત સરકાર પર વિવિધ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. શિક્ષણનું વેપારિકારણ,પેપર ફૂટવાના મુદ્દા, આર્થિક અસમાનતા, માલધારી અસ્મિતા, ટેક્ષના ભારણ આવા વિવિધ મુદ્દાઓ પર જનતા અદાલતનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. જેમા વિપક્ષના કેટલાક નેતાઓ સરકાર પર આરોપ કર્યા અને સરકારે જવાબ આપ્યો. 


મળતી માહિતી પ્રમાણે સરકાર પર કુલ ૧૨ આરોપ મુકવામાં આવ્યા છે. કોંગ્રેસના ૧૫-૧૫ લોકોએ સરકાર અને વિપક્ષના ભુમિકા ભજવી. શિક્ષણ રોજગાર આરોગ્ય ખેતી સહિતના ૧૨ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે સરકાર સામે મુસદ્દો તૈયાર કરાયો હતો. છેલ્લા ૨૫ વર્ષના ભાજપના શાસનમાં ગુજરાત અને ગુજરાતની પ્રજાના પ્રશ્નો અંગે મુસદ્દો તૈયાર કરાયો હતો. ભાવિક સોલંકીએ સરકાર પર શિક્ષણના વેપારીકરણનો આરોપ મૂક્યો હતો. તો બીજી તરફ હેમાંગ રાવલે શિક્ષણ મંત્રી બનીને જવાબ આપ્યો હતો. પેપર લીક અને બેરોજગારી મુદ્દે વિશ્વનાથ વાઘેલાએ આરોપ મૂક્યો હતો જેની સામે કપિલ દેસાઈએ સરકાર વતી જવાબ આપ્યો હતો. 


કોરોના અને કથળેલા આરોગ્ય તંત્ર અંગે કેતન પરમારે સરકાર પર આરોપ મૂક્યો હતો જેનો ડોકટર જીતુ પટેલ અને હેમાંગ રાવલે સરકાર વતી જવાબ આપ્યો હતો. મોંઘવારી મુદ્દે હેતા પરીખે સરકાર પર આરોપ મૂક્યો હતો જેનો ડોલી દવે એ સરકાર વતી જવાબ આપ્યો હતો. મહિલા સુરક્ષા, બળાત્કાર અને કાયદો વ્યવસ્થા મુદ્દે મંદાકિની પટેલે આરોપ મૂક્યો હતો જેનો ગીતા પટેલે જવાબ આપ્યો હતો. ભ્રષ્ટાચાર મુદ્દે ધર્મેન્દ્ર પટેલ અને જિગીષા પટેલે આરોપ મૂક્યો હતો જેનો ઉમાકાન્ત માંકડે જવાબ આપ્યો હતો. સરકારી તંત્રના એક તરફી વલણ મુદ્દે કલ્પેશ પટેલે આરોપ મૂક્યો હતો જેનો સરકાર વતી નિકુંજ બલરે જવાબ આપ્યો હતો. સામાજિક ન્યાય મુદ્દે મંગળ સુરજકરે સરકાર પર આરોપ મૂક્યા હતા જેના ત્રિભોવન પરમારે સરકાર વતી જવાબ આપ્યા હતા. આર્થિક અસમાનતા પર હિરેન બેંકરે સરકાર પર આરોપ મૂક્યો હતો જેનો સરકાર વતી હિમાંશુ પટેલે જવાબ આપ્યો હતો. મજૂર મુદ્દે અશોક પંજાબીએ આરોપ મૂક્યો હતો મનીશા વકીલે સરકાર વતી જવાબ આપ્યો હતો. માલધારી મુદ્દે વિરામ દેસાઈએ આરોપ મૂક્યા જેના નાગજી ભાઈએ જવાબ આપ્યા હતા. ટેક્ષ ભારણ મુદ્દે રશ્મિકાંત સુથારે આરોપ લગાવ્યો હતો જેનો સૌરભ મિસ્ત્રીએ જવાબ આપ્યો હતો.