અમદાવાદઃ શહેરમાં અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ(IIMA)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આઇઆઇએમ પછી અમદાવાદમાં જીટીયુ(GTU)માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે. Gtuના વી.સી. ડો. નવીન શેઠ(Dr. Navin Sheth) બાદ વધુ અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે. હવે  રજીસ્ટાર કે.એન.ખેર પણ આવ્યા પોઝિટિવ છે. 


રજીસ્ટાર સહિત અન્ય 10 કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. Gtuમાં કોરોનાનો પગ પેસારો થતાં ફફડાટ ફેલાયો છે. નોંધનીય છે કે, ગઈકાલે કરાયેલા ટેસ્ટ બાદ આઇઆઇએમાં કોરોનાનો આંકડો 70 પર પહોંચ્યો છે. હોળી ધૂળેટીમાં 116 લોકોના કોવિડ ટેસ્ટ કરાયા હતા,  જેમાં 16 પોઝિટિવ આવ્યા હતા. બે દિવસમાં કોવિડ પોઝિટિવ દર્દીઓનો આંકડો 23 ઉપર પહોંચ્યો છે. મેચ જોવા ગયેલા વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓના કારણે સંક્રમણ ફેલાયું હતું. 26 અને 27 માર્ચે કરેલા ટેસ્ટિંગમાં 5 લોકો પોઝિટિવ આવેલા હતા. 70 પૈકી 55 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.


એક સમયે કોરાનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેતા અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona virus)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી કોરોનાના કુલ નવા 612 કેસ નોંધાયા છે. તો વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ સાથે અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુઆંક 2 હજાર 348 પર પહોંચ્યો છે.


 


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


 


રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.


 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.


 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા. 


 


કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?


 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે.


 


સુરત કોર્પોરેશનમાં 503,  અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ  કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18,  વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18,  જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.