Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં (Covid-19 Cases) ફરી એકવાર વધારો નોંધાયો છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 31 નવા કેસ સામે આવ્યા છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં નોધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક મૃત્યુ સુરત(Surat)માં નોંધાયું છે.


સુરતમાં સૌથી વુધુ નોંધાયે કેસ


છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 6, વડોદરા-જામનગરમાંથી 5, વલસાડમાંથી 4, અમદાવાદ-રાજકોટ-કચ્છ-જુનાગઢ-આણંદમાંથી 2 જ્યારે નવસારીમાંથી 1 નવો કેસ નોંધાયો હતો. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ  કેસ હવે  8,26,557 જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10089 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,16,260 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે.


એક્ટિવ કેસની શું છે સ્થિતિ


રાજ્યમાં 14 દિવસ બાદ એક્ટિવ કેસ ફરી 2૦૦ને પાર થયા છે. હાલમાં 208 એક્ટિવ કેસ છે અને પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ 23 ઓક્ટોબરે 168 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં અંદાજે ૨૫%નો વધારો નોંધાયો છે. વલસાડ 47, સુરત 33, અમદાવાદ-વડોદરા 32 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે.


રસીકરણની શું છે સ્થિતિ


રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9  લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1540 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11925 નાગરિકોને રસીનો પ્રથમ અને 86530 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 35203 નાગરિકોને રસીનો પ્રથમ અને 228992 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,64,199 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 70606421 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.