અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો  દિનપ્રતિદીન ઘટી રહ્યાં છે તેથી રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડા સહિતની વધુ રાહત આપશે એવા સંકેત મળ્યા છે. કોરોનાની પરિસ્થિતી થાળે પડી  રહી છે તેથી રાત્રિ કરફ્યુનો સમય 11 વાગ્યાથી સવારના વાગ્યા સુધીનો થઇ શકે  તેવી સંભાવના છે. કોરોનાના કેસો ઘટયાં છે તે શહેરોમાં કરફ્યુ મુક્તિ આપવા પણ સરકાર ઈચ્છુક છે. ગુજરાતના 19 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાઈ શકે છે. આઠ મહાનગરો સિવાયના તમામ શહેરોમાંથી નાઇટ કર્ફ્યૂ ઉઠાવી લેવાય તેવી શક્યતા છે. જોકે, કોરોના ગાઇડલાઇન જાહેર થયા પછી વધુ વિગતો સામે આવશે.


આજે નવી SOP જાહેર થાય તે રાજકોટના વેપારીઓએ કહ્યું, કોરોના કેસો કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વેપારીઓને રાહત આપવામાં આવે. હોટલ વ્યવસાય મૃત હાલતમાં છે ત્યારે હોટલ વ્યવસાય અને રાહત મળે તે માટે સમય અવધિ વધારવામાં આવે. સૌથી વધુ રેકડી કે નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અસર થાય છે ત્યારે રાત્રી કરફર્યું માં ફેરફાર કરવામાં આવે. એસઓપી જાહેર થાય તે પહેલાં સૌરાષ્ટ્રના આર્થિક પાટનગરના વેપારીઓનો મત.


ગુરૂવારે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી કોર કમિટીની બેઠકમાં નવી માર્ગદર્શિકા મુદ્દે નિર્ણય લેવાશે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. બીજી તરફ ગુજરાતમાં ફરજિયાત માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા પણ સરકાર વિચારી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ સંકેત આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે, લોકો હવે માસ્કથી કંટાળ્યા છે તેથી માસ્ક જવા જોઈએ. જે રીતે કોરોના રોગચાળામાંથી બહાર નિકળ્યા છીએ એ રીતે માસ્ક પહેરવામાંથી પણ બહાર નિકળીશું. ગુજરાતમાં અત્યારે માસ્ક નહી પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. માસ્ક મરજીયાત થશે તો આ દંડ ભરવામાંથી મુક્તિ મળશે.


ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે વિદાય લઇ રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. અત્યારે અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે. આ ઉપરાંત કેસો વધતાં સરકારે આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા,  વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ,  સુરેન્દ્રનગર અને જેતપુરમાં પણ રાત્રી કરફ્યુ લાદી લીધો હતો. હવે માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફ્યુ લદાશે એવો સંકેત મળ્યો છે.


મળતી માહીતી મુજબ, અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં  રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. રાત્રિ કરફયુના સમયમા એકાદ કલાકની વધુ રાહત મળે તેવી સંભાવના છે. રાત્રિ કરફ્યુનો સમય રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધીનો થઇ શકે છે. 


બુધવારે કેબિનેટની બેઠકમાં નવી માર્ગદર્શિકાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. 11મી ફેબ્રુઆરીએ રાત્રિ કરફ્યુની સમય અવધિ પૂર્ણ થઇ રહી છે ત્યારે  ગુરૂવારે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ કોર કમિટીની બેઠક મળશે.  આ બેઠકમાં નવી માર્ગદર્શિકા અંગે નિર્ણય લેવામાં આવશે.