અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યાના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોતરા અને રાજકોટની હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. ગુજરાત સરકારે પણ સ્થિતિને પહોંચી વળવા માટે કવાયત હાથ ધરી છે, પરંતુ સ્થિતિ પર હજુ કાબી મેળવી શકાયો નથી. ઘણાં શહેરોમાં તો સ્મશાનોમાં અંતિમક્રિયા માટે પણ લાંબી કતારો લાગી છે.
આ અંગે કોવિડ ટાસ્ટ ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલ. ડો. વી.એન. શાહ, ડો. અતુલ પટેલ અને ડો. તુષાર પટેલે પત્રકાર પરીષદ કરીને લોકોને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે, વેક્સિન લઈ લો અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરો નહીં તો સ્થિતિ આથી પણ વિનાશકારી બનીને સામે આવી શકે છે.
ડો. વી.એન. શાહે કહ્યું હતું કે , આ એક યુદ્ધ જેવી પરિસ્થિતિ છે માટે મેડિસીન બાબતે ઘણી બધી ગેરસમજ પણ છે, તેને દૂર કરી વેક્સિનેશન માટે માસ મુવમેન્ટ ચલાવી પડશે.
પત્રકાર પરીષદમાં તમામ ડોક્ટરોએ સ્વીકાર કર્યો હતો કે, પહેલાની કોરોના વેવની તુલનાએ આ વેવ વધારે ઘાતક છે અને સ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. ડો. તેમજ પટેલે જણાવ્યું હતું કે, આ વાયરસે તમામ માપદંડ તોડી નાંખ્યા છે. આ વાયરસ અલગ પ્રકારનો છે. તે 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો અને માઇનસ 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો છે.
પત્રકાર પરીષદમાં ટાસ્ક ફોર્સે કેટલાક સૂચનો પણ આપ્યા છે અને લોકોને કોરોના વેક્સિનેશન પ્રત્યે જાગૃત્ત થઈ કોઈ પણ કંપનીની રસી હોય ઝડપથી લેવાની સલાહ આપી હતી. કેમકે, વેક્સીન લીધા પછી રિક્વરી ઝડપી બને છે. વેક્સિનથી વાયરલ લોડ ઓછો રહે છે. તેમજ તજજ્ઞોએ જણાવ્યું હુતં કે, લોકડાઉન એ વાયરસ સામે લડવાનો રસ્તો નથી. લોકડાઉનથી આર્થિક વ્યવસ્થા ખોરવાય છે.
ડો. અતુલ પટલે યુવાનોને ઘરની બહાર ન જવા અપીલ કરી હતી અને માસ્ક પહેરવા પર ભાર મૂક્યો હતો. તેમણે 80 ટકા દર્દીઓને ત્રણ સલાહ આપી હતી કે, આરામ કરવો, પાણી પીવું, ગભરાઈને યોગ કરવાનું વધારી ન દેવું જોઇએ. સાથે જ પેરાસીટામોલ ગોળી જરૂરિયા મુજબ લેવાની સલાહ આપી હતી. તેમણે રેમડેસીવીર અંગે પણ જણાવ્યું હતું કે, રેમડેસીવીર ગંગાજળ કે રામબાણ નથી.