રાજ્યમાં ડાંગમાં સૌથી ઓછા 4 એક્ટિવ કેસો છે. આ પછી તાપીમાં 6, પોરબંદરમાં 13, વલસાડમાં 21, સાબરકાંઠામાં 30, મહીસાગરમાં 44, નવસારીમાં 45 અને અરવલ્લીમાં 47 એક્ટિવ કેસો છે. ડાંગ અને તાપી જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ સિવાયના જિલ્લાઓન વાત કરીએ તો આણંદમાં 56, ખેડા 81, ભાવનગરમાં 91, છોટાઉદેપુર 98 અને બનાસકાંઠામાં 100 એક્ટિવ કેસો છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 100થી વધુ એક્ટિવ કેસો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રાજ્યમાં 992 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3698 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,487 એક્ટિવ કેસ છે, જ્યારે 1,51,88 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,423 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,69,093 પર પહોંચી છે. રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 158, વડોદરા કોર્પોરેશનમાં 75, સુરતમાં 62, રાજકોટ કોર્પોરેશનમાં 66, વડોદરામાં 39, મહેસાણામાં 35, પાટણમાં 33, રાજકોટમાં 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, સાબરકાંઠામાં 25, ભરૂચમા 20, ગાંધીનગરમાં 20, સુરેન્દ્રનગરમાં 18, અમરેલી અને બનાસકાંઠામાં 17-17 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કુલ 1238 દર્દી સાજા થયા હતા અને 51,927 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 58,45,715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.84 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,719 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,502 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 217 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.