અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. તેમજ રાજ્યમાં એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં 8 જિલ્લામાંથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. જે લોકોને રાહત આપે તેવા છે.
ગુજરાતમાં 8 જિલ્લાએ છે જ્યાં એક્ટિવ કેસો 50થી ઓછા છે, તેમજ બે જિલ્લામાં તો 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ બે જિલ્લા તો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. 50થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો ડાંગમાં 8, છોટાઉદેપુરમાં 8, સુરેન્દ્રનગરમાં 16, મોરબીમાં 21, તાપીમાં 21, દાહોદમાં 24, પાટણમાં 26 અને નર્મદામાં 45 એક્ટિવ કેસો છે.
જ્યારે 100થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લીમાં 87, બનાસકાંઠામાં 74, દેવભૂમિ દ્વારકામાં 78, મહિસાગર 87, નવસારી 94, પંચમહાલ 82, પોરબંદર 56 અને સાબરકાંઠામાં 82 એક્ટિવ કેસો છે.
Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 455 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 8 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9997 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.53 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,34,501 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1063 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.53 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 8,00,075 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10249 પર પહોંચ્યો છે. જેમાંથી 253 દર્દી વેન્ટિલેટર પર અને 9996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.53 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 8,00,075 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10249 પર પહોંચ્યો છે. જેમાંથી 253 દર્દી વેન્ટિલેટર પર અને 9996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.53 ટકા છે.
સુરત કોર્પોરેશનમાં 71, અમદાવાદ કોર્પોરેશનમાં 54, વડોદરા કોર્પોરેશનમાં 41, વડોદરા 31, સુરત 25, રાજકોટ 24, રાજકોટ કોર્પોરેશન 22, જૂનાગઢમાં 19, નવસારી 17, જૂનાગઢ કોર્પરેશન 15, ગીર સોમનાથમાં 14, ભરુચ 11, કચ્છ 10, અમરેલી 9, જામનગર કોર્પોરેશન 9, પંચમહાલ 8, વલસાડ 8, મહેસાણા 7, બનાસકાંઠા 6, દેવભૂમિ દ્વારકા 6, ખેડા 5, પોરબંદર 5, સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા હતા.
આજે સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, સાબરકાંઠા 1 મોત સાથે કુલ 6 લોકોના મોત થયા છે. રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના સાજા થવાનો દર 97.53 ટકા છે.