અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ દિવસે દિવસે સતત વધી રહ્યાં છે. શનિવારે નવા 104 કેસ નોંધાયા હતા. જ્યારે 5 લોકોનાં મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને 1376 થઈ ગયો છે. જ્યારે કુલ 53 દર્દીઓના મોત થયા છે.

નવા નોંધાયેલા 104 કેસમાં સૌથી વધુ 96 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જે મોટાભાગના હોટસ્પોટ વિસ્તારમાંથી છે. અમદાવાદમાં 96, વડોદરા 3 , ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠામાં એક-એક નવા કેસ નોંધાયા છે.
શનિવારે જે પાંચ દર્દીઓના મોત થયા હતા તેમાં, ત્રણ અમદાવાદ અને 2 ભરૂચમાં મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે.


છેલ્લા 24 કલાકમાં 2664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 277 પોઝિટિવ કેસ આવ્યા છે અને 2387 નેગેટિવ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 26102 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1376 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 93 લોકો સાજા થયા છે.