અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે.  મંગળવારે રાજ્યમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે. અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાયા હતા.


કેમ બંધ રહેશે કામગીરી ?


માઈક્રોકન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવેલા પચાસ સ્થળમાંથી ત્રણ સ્થળમાંથી નિયંત્રણ હટાવી લેવાતા શહેરમાં હવે કુલ 47 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે. બુધવારે મમતા દિવસ અને ગુરૂવારે મહાશિવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદમાં કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે.જે 12 માર્ચથી ફરી શરૂ કરાશે.


રાજ્યમાં કેટલો છે રિકવરી રેટ?


રાજ્યમાં અત્યાર સુધી 266766 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.17 ટકા પર પહોંચ્યો છે. હાલ 3338 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 3295 લોકો સ્ટેબલ છે.


કેટલા લોકોને અપાઈ રસી?


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 16,53,705  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,85,709 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,30,426 લોકોને રસી આપવામાં આવી છે.


રાશિફળ 10 માર્ચ:  જોબ અને કરિયરને લઈ આ 5 રાશિના જાતકોએ આપવું પડશે ધ્યાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ