અમદાવાદઃ ગુજરાત(Gujarat)માં સ્થાનિક સ્વરાજ(Local body Elections)ની ચૂંટણી પછી કોરોના(Corona)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં રૂપાણી સરકાર(Rupani Government)એ રસીકરણ પર ભાર મૂક્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં 1,90,720 વ્યક્તિઓએ કોરોનાની રસી (Gujarat Corona Vaccination) લીધી હતી.
અહીં ખાસ આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદ કોર્પોરેશન(Ahmedabad Corporation) કરતાં આણંદ જિલ્લામાં (Anand District) રસી માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વસતિની દ્રષ્ટીએ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં આણંદ જિલ્લો રાજ્યમાં રસીકરણમાં મોખરે કહી શકાય.
ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 12734 લોકોએ કોરોનાની રસી લીધી હતી, જ્યારે આણંદ જિલ્લામાં 12291 લોકોએ કોરોનાની રસી લીધી હતી. જ્યારે સુરત કોર્પોરેશ(Surat Corporation) વિસ્તારમાં 11354 અને બનાસકાંઠા જિલ્લામાં 10570 લોકોએ કોરોનાની રસી લીધી હતી.
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 1961 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. સૌથી વધારે 551 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 501 કેસ નોંધાયા છે. રાજ્યના આ બંને શહેરોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે.
રાજ્યમાં આજે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4473 પર પહોંચ્યો છે.
સુરત કોર્પોરેશનમાં કોરોના સંક્રમણથી આજે 4 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 455 લોકોને ડીસ્ચાર્જ કરાયા જ્યારે સુરત કોર્પોરેશનમાં 402 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,94,130 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,80,285 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી ચુક્યા છે. હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164 , રાજકોટ કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27, જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24, ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 38,64,161 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને6,21,158 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,90,720 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,78,796 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.