અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) વકર્યો છે. રોજ કોરોનાના કેસ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી શરૂ કરી છે. કોર્ટે મીડિયાને કહ્યું, સત્ય રિપોર્ટિંગ કરજો. લોકો ગેરમાર્ગે દોરાય તેવું રિપોર્ટિંગ ન કરતાં.


કોર્ટ કહ્યું, લોકોએ જાતે તકેદારી રાખવી જરૂરી છે. લોકો સંવેદનશીલ બને એ જરૂરી છે. જો લક્ષણ લાગે તો તરત ટેસ્ટ કરાવો. લોકોને જાગૃત કરવા સરકારની જવાબદારી છે. એડવોકેટ જનરલે કહ્યું, સરકાર કાર્યવાહી કરતી હતી, કરે છે અને કરશે... પણ આ લડાઈ કોરોના અને લોકો વચ્ચે છે. લોકો પણ જવાબદાર બને.


રેમડેસિવિરને લઈ શું કહ્યું


રેમડેસિવિરનો (Remdesivir)દુરુપયોગ થઈ રહ્યો છે. મેડિકલ ક્ષેત્રના લોકો અને ડોક્ટર પ્રિસ્ક્રીપ્શન લખવામાં ધ્યાન આપે. ઓક્સિજનની તકલીફ ઉભી થતી હોય તેવા લોકોને જરૂર પડતી હોય છે. આમ છતાં લોકો જથ્થો લેવા માટે કતારોમાં ઉભા રહે છે.
પ્રિસ્ક્રીપ્શન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ (SVP Hospital) હોસ્પિટલમાં જવામાં આવે તો બે કલાકમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ પ્રકારની પ્રેસનોટ જાહેર કરાઇ હોવા છતાં અછત કેવી રીતે ઉભી થઈ રહી છે એ પ્રશ્ન છે. 175000 ઇન્જેક્શન 7 કંપનીઓ દરરોજ બનાવી રહી છે , એક્સપોર્ટ પર રોક લગાવાઈ છે.


જેમને જરૂર નથી એવા લોકો પણ જથ્થો લઈ રહ્યા છે. રોજના 30000 ઇન્જેક્શન ગુજરાતના ફાળે આવે છે. અછત ની સ્થિતિમાં કાળા બજારી થાય છે. રેમડેસિવિરના અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ છે. ઘણી હોસ્પિટલો રેમડેસિવિર આપવાના ભાવ વધારે લે છે. આ નફા માટેનો સમય નથી. હોસ્પિટલોએ આ સમજવું જોઈશે.


મોદીને લોકડાઉન-નાઈટ કરફ્યુ નહીં લાદવા વેપારીઓના મંડળની વિનંતી, લોકડાઉનના બદલે શું કરવા કર્યું સૂચન ? 


Surat: AAPનાં આ મહિલા કોર્પોરેટરની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કેસ ? પેટ્રોલિંગ મુદ્દે રજૂઆત કરવા ગયાં ને ધરપકડ થઈ ગઈ...