અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ પણ કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 9592 કેસો નોંધાયા છે. જેમાંથી 3753 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 586 લોકોના મોત થયા છે. તેમજ ગુજરાતમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 5253 કોરોનાના એક્ટિવ કેસ છે.


ગુજરાત સરકારે ગઈ કાલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે ગુજરાતમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 4198 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 365, વડોદરામાં 210, ગાંધીનગરમાં 80, અરવલ્લીમાં 52 અને ભાવનગરમાં 50 એક્ટિવ કેસો છે. આ સિવાયના જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. બાકીના જિલ્લાઓમાં રાજકોટમાં 13, પંચમહાલમાં 27, બનાસકાંઠામાં 39, મહેસામામાં 34, બોટાદમાં 26, ગીર સોમનાથમાં 19, ખેડા 18, જામનગર 29, સાબરકાંઠા 16, મહીસાગર 11 અને દેવભૂમિ દ્વારકા 12 એક્ટિવ કેસો છે.

જ્યારે ગુજરાતમાં 14 જિલ્લા એવાં છે, જ્યાં 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓમાં આણંદમાં 5, ભરુચમાં 5, પાટણમાં 10, દાહોદમાં 9, નર્મદામાં 1, કચ્છમાં 7, છોટાઉદેપુરમાં 7, પોરબંદરમાં 1, મોરબી 1, વલસાડ 1, નવસારી 1, સુરેન્દ્રનગર 2, જૂનાગઢ 2 અને અમરેલીમાં 1 એક્ટિવ કેસ છે.