અમદાવાદઃ શહેરમાં આજથી શાકભાજી અને કરિયાણાની દુકાનો શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદના ઇન્ડીયા કોલોની અર્બન હેલ્થ સેન્ટરમાં શાકભાજી અને કારીયાણાની દુકાનો ચાલુ કરવા અપતા કાર્ડ મેળવા માટે લાંબી લાઇન લાગી છે. સવારે 7 વાગ્યાથી આવી લાઇન લાગી જાય છે.


ગઈ કાલે પણ આ જગ્યાએ પાસ માટે આવી લાંબી લાઇન લાગી હતી. લોકોએ પાસ કઢાવવા માટે એટલી પડાપડી કરી હતી કે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી દીધા હતા. નોંધનીય છે કે, કાલે તપાસમાં એક વેપારી આ સ્થળ પરથી પોઝિટિવ મળી આવ્યો હતો. આમ છતાં કોર્પોરેશનની વ્યવસ્થામાં અભાવ પણ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15મી મે સવારે 6 વાગ્યા સુધી શહેરમાં દૂધ અને દવાની દુકાનો સિવાયની દુકાનો ખોલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સમય મર્યાદા પૂર્ણ થતાં આજથી કરિયાણાની દુકાનો અને શાકભાજીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે, પાસ કઢવવા માટે અર્બન હેલ્થ સેન્ટરોમાં વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.