અમદાવાદઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોમાં દેરાણી-જેઠાણી બંને વિજેતા બન્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ધોળકામાં દેરાણી જેઠાણીની જીત થઈ છે.


આંબારેલી તાલુકા પંચાયતમાં દેરાણી કમળાબેન વેગડાની જીત થઈ છે. જ્યારે કૌકા જિલ્લા પંચાયતમાં જેઠાણી બાલુબેન વેગડાની જીત થઈ છે. ભાજપે કોંગ્રેસ પાસેથી જિલ્લા પંચાયતની કૌકા બેઠક આંચકી લીધી છે. બાલુબેન વેગડાએ જિલ્લા પંચાયતની કૌકા બેઠક પર વિજય થયો છે. 2015માં જીતેલી કૌકા બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે વિજય મેળવ્યો છે.