Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇનચાર્જ પદ પરથી પણ હિમાંશુ વ્યાસ રાજીનામું આપી દીધું છે. હવે ગમે ત્યારે ભાજપમાં જોડાશે.
નોંધનીય છે કે, હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો. હિમાંશુ વ્યાસને સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે.
Gujarat Election 2022 : રાજીનામા અંગે મેં પાટીલને જાણ કરી હતીઃ જયનારાયણ વ્યાસ
Gujarat Election 2022 : ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. 32 વર્ષ ભાજપ સાથે ગાળ્યા. આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી. જિલ્લાની પરિસ્થિતિ સારી નથી. દર વખતે કાર્યકરોની અવગણના થાય. ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી. પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે.
તેમણે કહ્યું કે, નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલનું કાર્ય સારું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ દ્વારા જિલ્લાનું વાતાવરણ બગડ્યું. આજે હું કાર્યકરો સાથે નક્કી કરીશ. હું ચૂંટણી લડીશ તેમાં બે મત નથી. રાજકારણમાં રહીને લોકોના કામ કરીશ. રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.
તેમણે કહ્યું કે, સિદ્ધપુરમાં મારું મકાન, દુકાન કે ઓફિસ કશું જ નથી. હું 11માં ધોરણ સુધી સિદ્ધપુર રહ્યો છું, મારે સિદ્ધપુરનું ઋણ ઉતારવું છે. રાજકારણ માટે મારી પાસે બે વિકલ્પ છે. કોંગ્રેસ અથવા આપમાં જોડાઇશ. મેં અગાઉ પણ રાજીનામું આપ્યું હતું, સી આર પાટિલે મને ત્યારે સમજાવ્યો હતો. 5 જેટલા લોકો સંગઠન પર હાવી થઈ ગયા છે. રાજીનામા અંગે મેં પાટીલને જાણ કરી હતી.
Gujarat Election 2022 : ભાજપમાં પરિવારવાદ ચલાવવા ઈચ્છતા નેતાઓમાં હડકંપ
Gujarat Election 2022 : ભાજપમાં પરિવારવાદ ચલાવવા ઈચ્છતા નેતાઓમાં હડકંપ છે. ભાજપે મિશન 2022 માટે લીધેલા નિર્ણયથી હડકંપ મચ્યો છે. વર્તમાન ધારાસભ્યો કે સાંસદોના સંતાનોને ભાજપ ટીકીટ નહિ આપે. સાંસદ મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીના અનુભવથી કેટલાક નેતાઓ ચિંતામાં મુકાયા છે. મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીએ સંતાનો માટે ટિકિટ માગી હતી.
બંને સાંસદોને ભાજપના નેતૃત્વએ ટિકિટ આપવાની ના પાડી દીધી છે. ઉંમર વધતી હોય તેવા કેટલાક નેતાઓ સંતાનોને સેટ કરવા ઈચ્છતા હતા. ટર્મ વધતી હોય અને લોકપ્રિયતા ઘટતી હોય તેવા નેતાઓ પોતાના સંતાનોને સેટ કરવા ધમપછાડા કરતા હતા.