Gujarat Election : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી આજે ઉદેસિંહ ચૌહાણ આપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ઉદેસિંહ આપમાં જોડાયા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીને સંગઠનની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. સ્ટેટ લેવલે 50થી વધુ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. વિધાનસભા ક્ષેત્રો સહિત 2 હજારથી વધુ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 






ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પર વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. અનેક નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને પક્ષપલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ સાથે કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ દિવસે ને દિવસે રાજીનામાં આપી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત મુશ્કેલી વધી રહી છે. ગત અઠવાડિયે મહિસાગરમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામુ ધરી દીધું હતું. 


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી આજે આપમાં જોડાયા છે.  


મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છેલ્લા કેટલાય સમયથી ઉદેસિંહ ચૌહાણ કોંગ્રેસથી નારાજ હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તથા મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી આપ્યું રાજીનામું ધરી દીધું હતું. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, પાર્ટીને વફાદાર હોવા છતાં અનાદર કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય તથા પક્ષના વરિષ્ઠ સંગઠનના હોદ્દેદારો તરફથી કોઈ પદની કે પક્ષની કામગીરી કરવા સહકાર મળતો નથી. પક્ષ તરફથી ઉભા રાખવામાં આવતા ઉમેદવારોને જીતાડવા માટે કાયમ માટે મહેનત કરી છે.કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, અમુલ ડેરીના ડીરેક્ટરની ચુંટણીમાં કોંગ્રેસની પેનલમાં ઉમેદવાર હોવા છતાં પક્ષના આગેવાનો દ્વારા તેમને જીતાડવામાં કોઈ ભૂમિકા ભજવવામાં આવી ન હતી.પક્ષમાં સતત કામ કરવા છત્તા વ્હલાદવલાની નીતિ રાખી સતત અન્યાય કરી અવગણના કરવામાં આવે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ઉદેસિંહ ચૌહાણ પોતાના તમામ કાર્યકર્તાઓને સાથે રાખી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 


Gujarat Election : કાલે હર્ષદ રિબડીયા જોડાશે ભાજપમાં, ભાજપની ટિકિટ પર લડી શકે છે ચૂંટણી


Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વગતો પ્રમાણે, કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા આવતી કાલે ભાજપમાં જોડાશે. સૂત્રોના મતે સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે. એવા પણ તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. એવો પણ તર્ક લગાવાઈ રહ્યો છે, રિબડીયાને ખાલી પક્ષમાં જોડવાની ઔપચારિકતા ખાલી બાકી છે. 


હર્ષદ રિબડીયાએ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં શું ઉણપ છે તેનું મંથન ચાલી રહ્યું છે. ટિકિટ નહીં મળવાની આશંકાથી રાજીનામું અપાતું હોય તેવી શક્યતા છે. રાજનીતિમાં આવન-જાવન થતી રહેતી હોય છે. પ્રજાને આપેલા વચનોનો દ્રોહ ન કરી શકાય. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નેતાઓ પક્ષ પલટો કરે છે. આગામી ચૂંટણીમાં ભાજપને હારની આશંકા છે, એટલે જ પક્ષ પલટા કરાવી રહ્યા છે.


કિસાન કોંગ્રેસનું અધ્યક્ષ પદ પાછું લેવાયું ત્યારથી જ રિબડીયા નારાજ હતા. કેટલાક સમયથી રિબડીયા ટેકેદારો સાથે ભાજપના સંપર્કમાં હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. રિબડીયાની સાથે જૂનાગઢ જિલ્લાના સહકારી નેતાઓ પણ ભાજપમાં જોડાવાની શક્યતા છે. જૂનાગઢમાં રિબડીયાની પાટીલ સાથે મુલાકાત થઈ હોવાનો સુત્રોએ દાવો કર્યો છે. સૂત્રોના મતે અન્ય ત્રણથી ચાર ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં છે. ભાજપના આંતરિક સર્વેમાં રિબડીયાની જીતનો પ્રબળ દાવો કરાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રિબડીયા ભાજપમાં જોડાવાના હોવાથી જ અક્ષય પટેલ રાજીનામું આપતા સમયે હાજર થયા હતા.