અમદાવાદઃ વડોદરાના કેજરીવાલ કાર્યકમ સ્થળના બુકીંગને લઈને ગોપાલ ઈટાલિયાનુ નિવેદન સામે આવ્યું છે. ભાજપની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં અરવિદ કેજરીવાલના કાર્યક્રમ રાખવાનો હતો ત્યાં 13 સ્થળો ભાજપના લોકો કે ગુંડાઓએ કેન્સલ કરાવ્યો. જ્યા જ્યા કાર્યક્રમમાટે સ્થળો રાખવાની વાત કરતા ત્યા ત્યા ભાજપના લોકો ભાજપના ગુંડાઓ કેન્સલ કરાવતા હતા. છેલ્લો એક નવનિત કાકા નામના વ્યકિતએ કેજરીવાલના કાર્યક્રમ માટે ભાડે આપ્યો. એમને પણ ભાજપે ધમકાવવાનો પ્રયત્ન કર્યો. આપથી ડરેલા  ભાજપના કાયર અને ડરપોક લોકોએ  આજે એ પાર્ટી પ્લોટને તોડી નાખવા માટે મોકલી.


અરવિંદ કેજરીવાલના વડોદરામાં કાર્યક્રમના મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાલિકાની ટિમ પ્રીત પાર્ટી પ્લોટ પહોંચી છે. પાર્ટી પ્લોટની દિવાલ દબાણમાં આવતી હોવાથી દબાણ શાખા પહોંચી છે. આપ પાર્ટીના કાર્યકરોએ બુલડોઝર સામે બેસીને વિરોધ નોંધાવ્યો. પ્રીત પાર્ટી પ્લોટમાં કેજરીવાલે વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. 13 બુકીંગ કેન્સલ થયા બાદ પ્રીત પાર્ટી પ્લોટના માલિકે પ્લોટ ભાડે આપ્યો હતો. સમા સાવલી રોડ પર પ્રીત પાર્ટી પ્લોટ આવેલો છે. 


વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, આ જે પાર્ટી પ્લોટની વાત આવી છે, એમાં અમારી પાસે જે ફરિયાદો આવી હતી કે, આ પાર્ટી પ્લોટના ઓનરે પોતાની પાર્કિંગની જગ્યામાં લોન કરીને ભાડે આપી રહ્યા છે. તેઓ ગેરકાયદેસર કંટ્રક્શન કરીને કામગીરી કરી રહ્યા છે. આ ફરિયાદના આધાર પર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.આ જ નહીં, બીજા પાર્ટી પ્લોટને પણ અમે આગામી દિવસોમાં નોટિસો આપવાના છીએ. આપવાળા આનો જે રીતે વિરોધ કરી રહ્યા છે, એ ઇલિગલ વસ્તુઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. શહેરમાં જ્યાં ઇલિગલ વસ્તુઓ ચાલતી હોય, ત્યાં પાર્ટી પ્લોટો ભાડે રાખવા અને એ લોકોને છાવરવાની નીતિ છે. 


વિપક્ષના નેતા અમી રાવતે કહ્યું કે, એક રીતે જોઇએ તો આ સત્તાનો અહંકાર છે. ભાજપ અન્ય કોઈ પાર્ટીને પાર્ટી પ્લોટ ભાડે આપે ત્યાં રાજકીય કિન્નાખોરીથી મેસેજ આપીને ત્યાંનું ગેરકાયદે દબાણ દૂર કરાવે, તો અમે જ આ ભારતીય જનતા પાર્ટીને ભાજપના સાંસદે મોટું ક્લબ હાઉસ બનાવીને ત્યાં પાર્ટીની એક્ટિવિટી કરે છે, એ ધ્યાન દોર્યું છે. દોઢ વર્ષથી એ દબાણ દૂર નથી થતાં. અનેક પાર્ટી પ્લોટો છે, જેના માલિકો ભાજપના નેતાઓ છે, ત્યાં દબાણો દૂર નથી થતાં. ફક્ત જ્યારે બીજી કોઈ પોલિટીકલ પાર્ટીને પાર્ટી પ્લોટ ભાડે આપ્યો હોય ત્યારે એ પાર્ટી પ્લોટના માલિકને ડરાવવા, ધમકાવવાનો પ્રયત્ન કરે છે. ઇનડારેક્ટલી એવા મેસેજ આપવા માંગે છે કે, બીજી કોઈ રાજકીયા પાર્ટીને જગ્યા ભાડે ન આપવી. આ ખોટી નીતિ છે. આજ પછી અમે દરરોજ એવા પાર્ટી પ્લોટ બતાવીશું, જ્યાં ઓનર ભાજપના નેતાઓ માલિકો હોય અને એમને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે.આ બધું તો છોડો સરકાર પ્લોટો છે, ગ્રીન પ્લેસિસના પ્લોટો છે, તે ભાજપના મોટા મોટા ધારાસભ્યો-સાંસદોએ દબાવી રાખ્યા છે, તે દૂર કરવા જોઇએ. 


ઇટાલિયાએ જણાવ્યું કે,  જેવી રીતે ગુજરાતમાં એક મજબૂત લહેર આમ આદમી પાર્ટીની આવી છે એ સૌ ગુજરાતીઓ અનુભવી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસ પહેલી વખત એક મજબૂત પક્ષ રીતે ઉભરી આવ્યો છે. નિયમિત રીતે અરવિંદ કેજરીવાલજી ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. ગુજરાતમાં તમામ વર્ગ અને તમામ વિષયો પર આમ આદમી પાર્ટીનુ વિઝન ગેરંટી કાર્ડના માધ્યમથી કરી રહ્યા છે. ગુજરાતનો એક એક વ્યક્તિ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને પ્રેમ કરવા લાગ્યો છે.


ગુજરાતમા આમ આદમી પાર્ટીનો જે રીતે ગ્રાફ વધતો જાય છે એ જોતા એમ ભાજપમાં બોખલાટ નજર આવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના મિશન પર પોતાની વઝન પર  નિયમિત રીતે પુરી સ્ટ્રેટેજીથી આગળ વધી રહી છે. પાછલા દિવસોમાં અનેક અરવિંદ કેજરીવાલએ આપનુ મિશન અને ગેરંટી કાર્ડની જાહેરાત કરી છે. 
આ ગેરંટી ગુજરાતનો લોકોને ખુબ પસંદ આવી. ગુજરાતના બહોળી સંખ્યામાં લોકોએ ગેરંટી રજીસ્ટ્રેશનમાં ભાગ લઈને પોતાનો ઉત્સાહ નોંધાવ્યો છે. લાખોની સંખ્યામાં લોકોએ ગેરંટી કાર્ડમાં નામ નોંધાવ્યુ છે. 300 યુનિટ ફ્રિ વિજળી સહીતની આમ આદમીની ગેરંટીથી મહિલાઓમાં ખુબ ઉત્સાહ છે. ગેરંટી રજીસ્ટ્રેશનમાં મહિલાઓએ સૌથી વધુ નામ નોંધાવ્યુ છે.


ગુજરાતના લોકોને સારી એક ગેરંટી આપવા માટે , ગુજરાતને લઈને આપનુ વિઝન રજુ કરવા માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન આવતી કાલે ગુજરાતની મુલાકાતે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ગુજરાતના આઉટ સોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધશે. અનેક વિષયો સાથે આંદોલન કરતા યુવાનો પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધિત કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર બે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સફાઈ કામદારો સાથે સંવાદ.