અમદાવાદઃ ગુજરાતમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈને વધુ એક પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, સતત વરસાદથી સાત જિલ્લાના પાકને નુકસાન થયું છે. સાત જિલ્લામાં થયેલા ખેતીના નુકસાનીનાના સર્વેનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. 


આ સિવાય કૃષિ મંત્રીએ ખેડૂતોને વીજળીની સમસ્યાને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે વીજળી પૂરતી ન મળતી હોવાની બે દિવસ અગાઉ ફરિયાદો મળી હોવાનો સ્વીકાર કર્યો છે. ખેડૂતોની ફરિયાદોને ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી હોવાનો સ્વીકાર કર્યો હતો. વીજળીને લઈને બે દિવસથી ખેડૂતોની ફરિયાદો બંધ થઈ હોવાનો દાવો પણ તેમણે કહ્યો હતો. 


તેમણે કહ્યું હતું કે, બે દિવસ અગાઉ ટુકડે ટુકડે વીજળી મળતી હતી. વીજળીની ફરિયાદો હવે બંધ થઈ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આઠ કલાક વીજળી મળે તેવી ખેડૂતો વ્યાપક રીતે માગ કરી રહ્યા છે. વીજળી ઓછી મળતી હોવાની ખેડૂતોની વારંવાર ફરિયાદ મળે છે. ખેડૂતોને તકલીફ ન પડે તે માટે ઉર્જા મંત્રાલય કાર્યરત છે. બે દિવસથી વીજળી આઠ કલાક પૂરતી મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્રણથી ચાર કલાક જ વીજળી મળતી હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. વારંવાર વીજળી બંધ થતી હોવાનું અને સ્ટ્રિપિંગ થઈ જતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે. 


તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી વીજળીની સમસ્યાનો ઉેકલ થયો હોય તેવું માનું છું. ખેડૂતોને વીજળીની સમસ્યા સર્જાય તો તેની સીધી અસર કૃષિ મંત્રી પર થાય. વીજળી પૂરતી ન હોવાની વારંવાર મને ફરિયાદો મળતી હતી. વીજળી ઓછી મળતી હોવાની રજૂઆત મેં મુખ્યમંત્રીને પણ કરી હતી. ખેડૂતોને વીજળી મુદ્દે સમસ્યા ન સર્જાય તે માટે ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રી સતત ચિંતિત હતા.