અમદાવાદ: ગુજરાતમાં 14 થી 16 ઓગસ્ટે ફરી સારાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે.


ગત સપ્તાહે પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ લોકોને ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું હતું. વેધર વૉચ કમિટીની મળેલી બેઠકમાં અત્યાર સુધી 4 કરોડ રૂપિયા ની ઘરવખરી સહાય ચૂકવી દેવાઈ હોવાનું જણાવાયું હતું. પૂર પ્રભાવિત વિસ્તારો માં મહેસુલી અને કૃષિ વિષયક સર્વે ચાલુ કરી દેવાયો છે.



વરસાદ બાદ હજુ પણ રાજ્યમાં 109 માર્ગો બંધ હાલતમાં છે. જ્યારે 47 ગામોમાં હાલ વીજ પુરવઠો બંધ છે, 600 થી વધારે ગામોમાં વીજ પુરવઠા ઉપર અસર થઈ હતી. 47 ગામોમાં પણ ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.