અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું હતું. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનની જાહેરાત કરી, ત્યારે તેમાં તમામ ગ્રીન ઝોન સૌરાષ્ટ્રના હતા. આ ગ્રીન ઝોનમાં પોરબંદર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને અમરેલીનો સમાવેશ થાય છે. એક સમયે અમદાવાદમાં કોરોનાએ કેર વર્તાવ્યો ત્યારે આ જિલ્લાઓમાં કોરોનાના કેસો નહોતા અથવા તો ખૂબ જ ઓછા હતા. એક સમયે ગ્રીન ઝોનમાં સમાવાયેલા આ જિલ્લાઓની વાત કરીએ તો આ પાંચ જિલ્લામાં હાલ, કુલ 620 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 31 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ કુલ 1040 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ જિલ્લામાંથી સૌથી વધુ એક્ટિવ કેસો જૂનાગઢમાં 214 છે. આ પછી ગીર સોમનાથમાં 175 અને અમરેલીમાં 161 કોરોનાના એક્ટિવ કેસો છે. જ્યારે સૌથી ઓછા પોરબંદરમાં 11 અને પછી મોરબીમાં 59 એક્ટિવ કેસો છે.
District Name Active Positive Cases Cases Tested for COVID19 Patients Recovered People Under Quarantine Total Deaths
Amreli 161 11420 186 36065 8
Gir Somnath 175 7804 144 10562 4
Junagadh 214 20977 543 16809 11
Morbi 59 7079 136 591 6
Porbandar 11 5153 31 2174 2
Total  620 52433 1040 66201 31